________________
અન્યત્વભાવના.
ર૭૧ અષ્ટકને અર્થ—(અન્યત્વ ભાવના.) ૧. વિનય! તારાં પિતાનાં ઘરની સારી રીતે ભાળ કાઢ-શેધ
કર. (અને વિચાર કે–) આ ભવમાં તારું શરીર, તારું ધન, તારાં છોકરાં, તારાં ઘર અને તારા સંબંધીઓ પૈકી દુર્ગતિમાં જતાં તારું કોઈએ રક્ષણ કર્યું? કોણ તને રક્ષણ
આપે તેવું છે તે શોધી કાઢ. ૨. આ (શરીર) તે હું પોતે જ છું એટલે બધો જેની સાથે
અભેદ–એકતા માનીને તું જેને આશ્રય કરે છે તે શરીર તે ચોક્કસ ચંચળ છે અને તને ખેદ ઉપજાવીને છોડી દે છે અથવા જ્યારે તારામાં શિથિલતા આવે છે ત્યારે તને તજી દે છે.
૩. તું દરેક ભવમાં અનેક પ્રકારની ચીજો ધન આદિને - સંગ્રહ (પરિગ્રહ) કરે છે, વધારે છે અને કુટુંબ જમાવે
છે; પણ જ્યારે તું પરભવમાં ગમન કરે છે ત્યારે તેઓમાંનો એક તલને તેરમે ભાગ પણ તારી પછવાડે આવતો નથી.
૪. મમતા અને દ્વેષમાં જેનું મૂળ છે એવા પારકી વસ્તુ સાથેના
પરિચયના પરિણામને તું તજી દે અને જાતે અસંગ થઈને અત્યંત નિર્મળ થયેલ મને હર અનુભવસુખના રસને ભજ-સેવ.
* રાગ-મારવાડી લેકે શત્રુંજય પર બેસે છે તે “ભલી સોરઠીઆ રે સારી સેરડીઆ” ના લયમાં મૃદંગ સાથે ગાવામાં આવે તો મસ્ત રાગ ચાલે છે. “વિનય નિભાલય નિજ ભવન' એ પદ દરેક ગાથાને અંતે બે વખત બેલવાનું છે. બાકી સુંદર લય ગેઠવી લે. પ્રતમાં શ્રીરાગ જણાવે છે. દેશી માટે “ તુંજ ગુણ પાર નહિ સુઅણે ” એમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org