________________
ઇડ છે.
માં પ્રવેશક DC આ જીવન એ એક મહાન વિકટ પ્રશ્ન છે. એને ઉદ્દેશ છે અને એનું સાફલ્ય કઈ રીતે સાધી શકાય એ બન્ને બાબતને નિકાલ કરે એ ઘણે આકરે પ્રશ્ન છે. જીવનની સફળતા સાધવા માટે પ્રાણુ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, અનેક જાતની હકમતે કરે છે, અનેક જાતની દોડાદોડી કરે છે અને અનેક પ્રકારના પછાડા મારે છે; પણ ઘણીખરી વાર તો તે શેને માટે એ સર્વ કરે છે એને એના મનમાં ખ્યાલ પણ હોતો નથી. જે માનસવિદ્યાદ્વારા એના મનનું એ પૃથક્કરણ કરે તો એને માલુમ પડે કે એની દોડાદોડી અને ધમપછાડામાં કાંઈ હેતુ નથી અને કોઈ સાધ્ય પણ નથી. તદ્દન માનવામાં ન આવે એવી વાત છે, છતાં તે તદ્દન સાચી વાત છે કે આ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓની પાછળ રહેલા હેતુને તપાસીએ તો તેમાં તદ્દન અંધકાર અથવા અવ્યવસ્થા માલુમ પડશે. આપણું અંતરાત્માને પૂછીએ કે આ સર્વ દેડાદોડી શાને માટે? કોને માટે? કયા ભવ માટે? કેટલા વખત માટે ? અને પરિ
મે મેળવવાનું શું? તે જવાબમાં એવા ગેટ વળશે કે ન પૂછો વાત ! અને છતાં દેડાદડી તો ચાલ્યા જ કરે છે, ફેંટનું ચક ફર્યા જ કરે છે, અથડાઅથડી થયા જ કરે છે અને છતાં પાછો સવાલ અંતરાત્માને પૂછીએ કે ભાઈ ! આ બધું કયાં સુધી ? અને શા માટે ? તો પાછો જવાબ શૂન્યમાં જ આવશે. અને હજુ એવી વિચારણા પૂરી નહિ થઈ હોય ત્યાં તો મન દોડાદોડી કરવા મંડી જશે. એને શાંતિથી બેસવાની–સ્થિર રહેવાની ટેવ જ નથી. એને એમાં ખરી મજા જ આવતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org