________________
પરિચય
એકત્વ ભાવના– (૧) ભાવનાની વિચારણને અંગે એક હકીકત શરૂઆતમાં ચેખી કરવી ઉચિત જણાય છે. એમાં પુનરાવર્તન જરૂર આવવાનું જ છે. એનું કારણ એ છે કે એ પ્રત્યેક ભાવનાને વિષય પરસ્પર ભિન્નભિન્ન છે. અનિત્ય ભાવનાના વિચારો સંસારભાવનામાં જરૂર આવે, કારણ કે અનિત્ય ભાવનામાં સાંસારિક સંબંધ અને વસ્તુની જ અનિત્યતા બતાવવાની હોય છે. એ જ પ્રમાણે એકત્વ અને અન્યત્વ ભાવના આત્માને અંગે એક જ જાતને પણ સહજ તફાવતવાળે પ્રસંગ વ્યક્ત કરનાર છે. આ ભાવનામાં આત્માની એકત્વતા ભાવવાની છે, કારણ કે તેના સિવાય સર્વ સંબંધ અને વસ્તુઓ અન્ય છે તે જ આત્માને પદાર્થોનું અનિત્યપણું ચિતવવાનું છે. આ રીતે વિચાર અને વિષયેનું પુનરાવર્તન અનિવાર્ય છે. બનતાં સુધી તે દૂર કરવા પ્રયત્ન થયે છે, છતાં વૈરાગ્ય, ઉપદેશ અને આયુર્વેદ (દવાઉપચાર) માં પુનરાવર્તન દોષ ગણાતો નથી એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એકત્વ ભાવનામાં કેદ્રસ્થ વિચાર એ છે કે આ પ્રાણુ આત્માની નજરે એકલો જ છે, સ્વતંત્ર છે, એકલો આવ્યા છે અને એકલો જવાને છે અને પોતાનાં કૃત્યને સ્વતંત્ર કર્તા, હર્તા અને ભક્તા છે. એ ભાવનાને અંગે પ્રાપ્ત થતી વિચારણામાં હવે ઉતરી જઈએ.
સેનું જ્યારે ખાણમાં હોય છે ત્યારે તે માટી સાથે મળેલું હોય છે, છતાં તે વખતે પણ એનામાં શુદ્ધ કંચનત્વ તે જરૂર રહેલું
Jain: Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org