________________
ર૧૬
શ્રીષ્ણાંતસુધારસ આ સંસારનું ચિત્રપટ તારી પાસે સકારણ રજુ કર્યું છે. ભાવનાનું કાર્ય શું છે તે અત્ર એક વાર ફરી વખત કહેવાની છૂટ લેવાની આવશ્યકતા છે. મારે મારિ ગુણनाय पुनः पुनर्मनसि स्मरणेनास्मा मोक्षाभिमुखी क्रियते यया सा મજવાની ભાવનાનું આ કાર્ય છે. સંસાર (ભવ) ઉપર વિરાગ ઉત્પન્ન કરવા માટે વારંવાર મનમાં જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા આત્માને મોક્ષ સન્મુખ જેનાથી કરવામાં આવે તે ભાવના. આ ભાવનાનું વર્ણન ખૂબ વિચારવા જેવું છે. મેક્ષ સન્મુખ થવું હોય તે સંસારને બરાબર ઓળખવા જેવો છે અને ઓળખીને એ વિચારણાને સન્મુખ રાખી વારંવાર એનું સ્મરણ કરવા જેવું છે. એમાં પુનરાવર્તનના દોષની ચિતા રાખવા જેવું નથી. એ સંસાર રૂ ધાતુ પરથી આવે છે. રૂ ( To spread ) “પાથરવું, વહેવું એ એનો આશય છે. એ સંસારને તમે મેકળે મૂકે તે તેલનું ટીપું પાણીમાં પડતાં જેમ ફેલાઈ જઈ અનેક લીલાં-પીળાં કુંડાળાં કરી નાખે એવે આ સંસાર છે. એને માર્ગ આપે કે એ તો ચારે તરફ પથરાઈ જઈ લાંબો ને લાંબો થવા માગશે. આપણે સંસારને તપાસીએ તે આપણે એ જ અનુભવ થશે એમાં શંકા જેવું નથી. આ ભાવનામાં આખા સંસારને, તેના જન્મમરણને, તેની અંદરની ઉપાધિઓ–આપત્તિઓ અને દુઃખને વિશાળ નજરે વિચાર કરવાને છે, સંબંધની ઘેલછા અને સ્વાર્થના સંઘો સમજવા ચોગ્ય છે અને ખાસ કરીને આ પ્રાણીની અત્યાર સુધીની રખડપટ્ટીને ખૂબ ખ્યાલ કરવા મ્ય છે, અને એની આખી ચાવી તરીકે મહારાજાને એના પરિવાર સાથે ખુબ ઓળખી લેવાનું છે. બીજાં કર્મો ગણ છે, સર્વ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org