________________
૨૧૪
શ્રી શાંતસુધારસ
ચા નથી. આ સંસક
થયેલી
દુ:ખો, ગરમી, ઠંડી અને અગ્નિની ભયંકર યાતનાઓ ખમી છે. અત્યારે તું એ સર્વ વિસરી ગયા છે, કારણ કે આ સંસારને તેં કદી ખ્યાલ કર્યો નથી, વિચાર કર્યો નથી અને ખાલી માથાકૂટમાં પડી તને પ્રાપ્ત થયેલી અનેક સગવડોને તું સદુપયેગ કરવાને બદલે એને વેડફી રહ્યો છે.
ખૂબ વિચાર કરવાને આ સમય છે, આખા સંસારને સ્પષ્ટ સમજી લેવાની આ તક છે. એમાં જે સ્વાધીનતા તને મળી છે તેટલી પણ અન્યત્ર અપ્રાપ્ય છે તે વિચારી તેને બરાબર ઓળખ અને ઓળખીને તેના ઉપર ચાલ્યા જવાના માર્ગ છે. આ ભવમાં મેક્ષ નહિ જઈ શકીશ તો પણ તારા, વિકાસ (Evolution)ને સરસ ઝોક તો જરૂર આપી શકીશ.
સંસારને વિચાર કરતાં તારે આ વિકાસ માર્ગ ખૂબ ધ્યાનમાં રાખવાનું છે. કાંઈ નહિ તો તેને સારે ઝેક આપવાથી પણ આ ફેરો સફળ થશે. પ્રત્યેક પ્રાણી કર્માધીન છે, પણ ઝક આપવા પૂરતો પુરૂષાર્થ પ્રત્યેક જરૂર કરી શકે તેમ છે અને તે ખાસ કર્તવ્ય છે.
સમરાદિત્યના ભવે તેં વિચાર્યા હશે. ભુવનભાનુનું આખું ચરિત્ર મનનપૂર્વક વિચારી જજે. અનાથી મુનિએ પોતાને માથે કોઈ નાથ નથી એનું જે આબેહુબ ચિત્ર શ્રેણિક રાજાને બતાવી આપ્યું છે તે વિચારી જજે અને છતાં તેને સંસાર પર રાગ થતો હોય તે ભલે કરજે; પણ વિચારજે કે આ ચોરાશી લક્ષ એનિમાં અનેક વાર ફરી, અનેક રૂપે લઈ, અનેક નાટકે કરી અત્યારે તું અહીં આવ્યું છે અને હજુ પણ એવાં જ ચકડ્યમણને તને શોખ હોય તો તું તે કરી લેજે, કિન્તુ એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org