________________
૧૫૬
શ્રીશાંતસુધારસ દેહ-શરીરને અને પર્વમિત્રમાં સગાવહાલાઓને તે ગણ્યા છે. જે જુહારમિત્ર નહિ હોય તો આંખમાંથી બેર બેર જેવડાં આંસું તે વખતે પડશે. જ્ઞાની આવા જગતમાં મગ્ન ન થાય. આંબે (કેરી) ખાવાની ઈચ્છાવાળે કદી બાવળ વાવે નહિ.
આમાં આખા મુદ્દાને સમાવેશ થઈ જાય છે.
આ આખી ભાવના રડતાં રડતાં ભાવવાની નથી. મારું શું થશે ? મારે કેશુ?” એમ મુંઝાવાનું કારણ નથી. જેને મારાં માન્યા છે તેને ઓળખ, તારાં સાચાંને શોધી કાઢ અને જેનાથી તને આધાર મળે તેને પકડી લે. બાકી તું જેને તારાં માની બેઠે છે તેમાં તારે દહાડે વળે કે તે તને અડીભડીને વખતે ટેકે આપે એવા ખોટા ખ્યાલમાં તું રહીશ નહિ. વાસ્તવિક રીતે વિચારીએ તો આત્માને કોઈના શરણની જરૂર નથી. એ એને પોતાનો સ્વાધીન સ્વામી છે, પણ વ્યવહારથી આ પ્રાણુને એવી ટેવ પડી ગઈ છે કે ટેકા માટે આધાર રાખ્યા જ કરે. એને નેકરી કરવી હોય, વ્યાપાર કરે હોય કે કાંઈ કામ કરવું હોય તો તે ટેકા કેટલાના અને કોના મળશે એની ગણતરી કરશે. આત્માને ઓળખાય, એની શક્તિનું ભાન થાય, એ શક્તિ દબાયેલી હોવા છતાં પિતાની જ છે એ વાત એને ગોચર થાય એટલે એને પરાશ્રય ભાવ જતું રહે છે અને જે તે પોતાની જાત પર ટેકે રાખતા શિખી ગયે અથવા તે માર્ગે ચઢી ગયો એટલે એની સર્વ ગુંચવણ નીકળી જાય છે. એ એકલે છતાં સિંહ છે, એ એકલે છતાં મરદ છે, એ એકલે છતાં ઘણીધારી છે એ વાત આપણે ચેથી ભાવનામાં ખૂબ વિસ્તારથી શું; પણ એણે પરાવલંબનવૃત્તિ ગ્રેહણ કરી છે તે તદ્દન ખોટી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org