________________
અ•શરણભાવના.
૧૧૯
બધી દુનિયાને નિર્માલ્ય ગણે છે, પણ એવા મદાંધ માણસા મરવા પડે છે ત્યારે એની ભારે ખરાખ દશા થાય છે. એ ગમે તેવા ચેડાં કાઢે છે અને દુનિયામાં જીવવાને પેાતાને હક્ક એક દિવસ અંધ થશે એમ ધારતા ન હાવાથી એ વખતે તે ઘેલા થઇ જાય છે. મરણ વખતે એ જીવવા માટે ફાંફાં મારે છે, પણ સર્વ નકામું નીવડે છે. એનાં ધન વૈભવ અહીં રહી જાય છે, એ પણ એને મદદ કરતાં નથી. અને જે ભુજાએના ખળથી એણે સંચય કર્યાં હાય છે એ સંચય પણ અહીં જ રહી જાય છે, એ ભુજા પણ એને કાંઇ મદદ કરતી નથી અને સાથે જતી પણ નથી.
આખી જીઢંગી લહેર કરનારા, રંગભંગના લેાટા ભરનારા, ભ્રમરની જેમ ભટકનારા, અકરાંતી થઇને ખાનારા, ખાવામાં જ જીવન–સાફલ્ય સમજનારા અને કેઇ પણ પ્રકારની ગાવાની, સાંભળવાની, સુંઘવાની કે ખાવાની વાતમાં મસ્ત બનનારાએ પણ જ્યારે કાળભૈરવ તેની નજીક આવે છે ત્યારે પેાતાના ચેનચાળા ચૂકી જાય છે અને તદ્દન અનાથ જેવા થઇ રાંકડા અની જાય છે.
આ ખરેખરી વસ્તુસ્થિતિ છે. વસ્તુ કે સંબંધનું ખરૂં સ્વરૂપ ન જાણનારને જરૂર શાક થાય તેવી આ સ્થિતિ છે અને જરા પણ અતિશયાક્તિ વગર ઉચ્ચ-નીચ સ્થાનમાં આવી પડેલા લગભગ પ્રત્યેક પ્રાણીની થાય તેવી આ સ્થિતિ છે. મરણુ વખતે પ્રાણીનાં મનની જે દશા થાય છે તેને આપણને અનુભવ ન હાય, પણ કલ્પના અશકય નથી. એ વખતે એ હારેલા જુગારી જેવા બની જાય છે. એનું સર્વસ્વ સરી જતુ એ નજરે જુએ છે. એ સર્વના ભાગે પણ એ જીવવા ઈચ્છે છે, પણ એના ઉપર યમરાજના દાંત હાથ ઘણા જોરથી પડતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org