SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા, દોષથી ઉકળીજતા દાક્ષિણ્ય જળવાઈ શકતું નથી. અને ચહેરા ઉપર શોકાદિથી ભાવ બદલાઈ જાય તો સામેવાળો આપણી પાસે કામ કરાવતા સંકોચ પામે, કે માંડીવાળે. ધીરતાના અભાવે ક્યારેક ભયભીત થવાથી પરકાર્ય સિદ્ધ થઈ શકતું નથી માટે બન્ને ગુણ ખાસ જરૂરી છે. ધૈર્ય :- ભયના નિમિત્ત આવી પડતા પણ નિર્ભય બની રહેવું. પ્રતિકૂળતામાં આકુલ વ્યાકુલ ન થવું. દાક્ષિણ્ય માટે આ બે ગુણ સાથે હોવા જોઈએ. માત્સર્ય :- બીજાની પ્રશંસાને સહન ન કરવી. તે દોષનો નાશ કરનારો એટલે કે દાક્ષિણ્ય ન હોય તો આ તો મને જ ભાળી ગયા છે, સારો દિવસ મને જ હુકમ (ઓર્ડર) ફરમાવે છે. પેલાને તો કશું જ કહેતા નથી એટલે તેનું આરામી જીવન પોતાને ખટકે આવો મત્સરભાવ જાગે. જ્યારે દાક્ષિણ્યના લીધે પોતાને ક્યારે પણ કામ કરવામાં કંટાળો ન આવતો હોવાથી મત્સરભાવ જાગવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અથવા ઉભા થતા માત્સર્ય ને દાક્ષિણ્ય દબાવી દે છે આવો પ્રધાન જે શુભાશય છે તેનું નામ દાક્ષિણ્ય ॥ ૪ ॥ पापजुगुप्सालक्षणमाह । पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोद्वेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ॥ ५ ॥ पापजुगुप्सा तु तथा तेन प्रकारेण पापनिषेधकमुखकराद्यभिनयविशेषेणाभिव्यज्यमाना सम्यगविपरीतं परिशुद्धं यच्चेतो मनस्तेन सततमनवरतं पापस्यातीतकृतस्योद्वेगो निन्दा, अकरणं पापस्य वर्तमानकाले, तस्मिन् भाविनि पापेऽचिन्ताऽचिन्तनमित्यनुक्रमत आनुपूर्व्या कालत्रयरूपया यद्वा पापोद्वेगः पापपरिहारः कायप्रवृत्त्याऽकरणं वाचा, तदचिन्ता पापाचिन्तनं मनसा, सर्वापीयं पापजुगुप्सा धर्मतत्त्वस्य लिङ्गम् ॥ ५ ॥ પાપ જુગુપ્સાનું લક્ષણ કહે છે... ગાથાર્થ :- યથાર્થશુચિત્ત વડે એટલે કે બીજાની શાબાશી લેવા --- શ્રીષોડશકપ્રકરણમ્-૪ Jain Education International For Private & Personal Use Only 333 53 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy