________________
तत् प्रसिद्धमौषधं स्नेहपानादि वायोः शारीरवातस्य सात्म्यापादकत्वेन हितमपि यथा श्लेष्मणोऽत्यन्तमहितं भवति तत्प्रकोपहेतुत्वादेवं सद्धर्मदेशनौषधं मध्यमादियोग्यं बालाद्यपेक्षं तदवज्ञानहेतुतया स्वरूपतः सुन्दरमप्यहितं भवति, तस्मात्तदपायभीरुणा तद्भावं विज्ञाय देशना વિયેત્યુપદેશ | 9 |
આગમમાં ભાખેલી હોવાથી સ્વરૂપથી તો દેશના સારી હોવા છતાં પરસ્થાનમાં અહિતકારી બને છે. તેના વિષે દાખલો બતાવે છે.
ગાથાર્થ - શરીરના વાયુ માટે હિતકારી ઔષધ પણ કફ માટે અત્યંત - અહિતકર બને છે. તેમ સધર્મ દેશના રૂપી ઔષધ બાળાદિની અપેક્ષાએ હિતકર અને અહિતકર બને છે. //
વિશેષાર્થ:- વાયુ માટે ઘી દૂધ વિ. હિતકારી બને છે, કારણ કે તેનાથી વાયુ શાંત પડે છે, તે જ કફ માટે અહિતકારી થાય છે, કારણકે તેનાથી કફ વધે છે. એ પ્રમાણે સ્વરૂપથી સુંદર છતાં મધ્યમાદિ યોગ્ય સધર્મ દેશના રૂપી દવા બાળાદિની અપેક્ષાએ મધ્યમની અવજ્ઞાનું કારણ બનવાથી અહિતકારી થાય છે. “તે કારણથી તેને-શ્રોતાને દુઃખ થશે.” એવા અપાયથી ડરનારાએ તે સાધકના ભાવ જાણીને દેશના આપવી જોઈએ. એવો ઉપદેશ ગ્રંથકાર ઉપદેશકને આપે છે. મેં ૧૫ उक्तमर्थं निगमयन्नाह ।
एतद्विज्ञायैवं यथार्ह (थोचित) शुद्धभावसम्पन्नः ॥
विधिवदिह यः प्रयुङ्क्ते करोत्यसौ नियमतो बोधिं ॥ १६ ॥ एतद्देशनास्वरूपमेवमुक्तप्रकारेण विज्ञाय यथोचितंयथार्ह शुद्धभावसम्पन्नो विधिवदिवधिना य इह बालादिलोके प्रयुङ्कते-प्रवर्तयति सद्धर्मदेशनौषधं, असौ नियमतो बोधिं जनयति ।। १६ ।।
કહેલા અર્થનો નિચોડ લાવતા કહે છે.... "
ગાથાર્થ :- ઉપરોક્ત રીતે દેશના સ્વરૂપને જાણી યથાયોગ્ય વિધિપૂર્વક શુભભાવવાળા ગુરૂ બાળાદિના વિષે દેશનારૂપી દવાનો પ્રયોગ કરે છે. તે આ (ગુરુ) ચોક્કસ તે શ્રોતાને બોધિલાભ પમાડે છે.... ૧૬ |
I ઈતિ પ્રથમ ષોડશકા
[2A
T
ITIES
શ્રીષોડશકપ્રકરણ-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org