SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાર્થ - પ્રશસ્ત પ્રકૃષ્ટ વચન તે પ્રવચન. તે પ્રવચન રૂપ દ્વાદશાંગીથી આ ભાવો સમુદ્ધર્યા એટલે પ્રવચન સાથે વિરોધ ન આવે તે રીતે નાનકડા ગ્રંથમાં અલગ કરીને સ્થાપ્યા છે. વિશાળ સમુદ્ર સમાન આગમમાં અવગાહન કરવા જેમની બુદ્ધિ સમર્થ નથી તેના હિત માટે અને પોતાને તે ભાવો પુનયાદ કરવા માટે ઉદ્ધર્યા છે. તે શરૂઆતથી માંડી છેક સુધીનાં ભાવો ભવવિરહ-મોક્ષ તેની નિષ્પત્તિ રૂપ ફળવાળા છે. આમાંથી કોઈ પણ ભાવને બરાબર વિચારીને આદરો તો તે મોક્ષ આપ્યા વિના ના રહે. / ૧૬ ! अथ ग्रन्थकृद्गर्भार्थपरिज्ञानाय बहुश्रुतभक्तिमुपदिशन्नाह । धर्मश्रवणे यत्नः सततं कार्यो बहुश्रुतसमीपे । हितकाङ्क्षिभिर्नृसिंहैर्वचनं ननु हारिभद्रमिदम् ॥ १७ ॥ धर्मस्य - श्रुतचारित्ररूपस्य श्रवणे यत्न आदरः सततमनवरतं कार्यो बहुश्रुतसमीपे हितकातिभिर्हितार्थिभिर्नृसिंहै:- पुरुषोत्तमैः, वचनं प्रार्थनारूपं नन्वितिवितर्के हारिभद्रं हरिभद्रसम्बन्धीदं, यद्वा ननु-निश्चितं हारि मनोज्ञ भद्रमिदं वचो यद्बहुश्रुतेभ्य एव धर्मः श्रोतव्य इति; अबहुश्रुतेभ्यो धर्मश्रवणे प्रत्यपायसम्भवात् । शिष्यकर्तृकेयमार्येत्यन्ये ।। १७ ।। હવે ગ્રંથકાર જ્ઞાનીના દયગત રહસ્યમય પદાર્થ ને જાણવા માટે બહુશ્રુતની ભક્તિનો ઉપદેશ આપતા કહે છે. * ગાથાર્થ – હિતને ઈચ્છનારા પુરુષોત્તમ પુરુષોએ બહુશ્રુત પાસે ધર્મ સાંભળવા માટે સતત યત્ન કરવો જોઈએ. આ હરિભદ્રસૂરિનું વચન (ભલામણ) છે. વિશેષાર્થ :- શ્રુતચારિત્ર રૂપ ધર્મ સાભળવામાં સતત આદર રાખવો પણ હિતને ઈચ્છનારા ઉત્તમ પુરુષોએ બહુશ્રુત પાસે જ સાંભળવો. આ પ્રાર્થના રૂપ વચન હરિભદ્રસૂરિનું છે અથવા નનુ-નિશ્ચિત મનોજ્ઞ ભદ્ર આ વચન છે. તે બહુશ્રુત પાસેથી સાંભળવા. અબહુશ્રુત પાસે સાંભળતા ઉલટી આપત્તિ આવવાનો સંભવ છે માટે તેમના શિષ્ય આ ગાથા બનાવી છે. એમ અન્ય આચાર્યો માને છે. / ૧૭ || E s sess -કાર- - - - ક . શ્રીષોડશક પ્રકરણ-૧૬ 223 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy