________________
ઉદાહરણથી પૂજાના વિષે પેદા થયેલ આરંભ દોષને શુદ્ધ કરવા પૂર્વક અન્યગુણને અર્પણ કરનાર છે. તેથી મુનિને પણ પૂજાનો અધિકાર પ્રાપ્ત થવાનો સંભવ છે જ. અને પૂજા સાવદ્યરૂપ છે તે માટે યતિ તેમાં પ્રવૃત્તિ કરતા નથી, એમ જો કહેશો તો અન્યત્ર આરંભવાળો પણ અધિકારી થવાનો પ્રસંગ આવશે. ગૃહસ્થ પરિવાર વિ. માટે સાવદ્યમાં પ્રવૃત્ત થતો હોય તો તેને ધર્મ માટે પાપ કરવું એવું તો છે નહિં, કારણકે જેને એક પાપ કર્યું હોય તેને બીજું પાપ કરવું જોઈએ એવું તો નથી.
ઉપાધ્યાયજી સમાધાન કરે છે - (ઉત્તર પક્ષ) અન્યત્ર આંરભવાળાનો અસદ્આરંભનો નાશ કરવા સારું સઆરંભ રૂપ જિનપૂજામાં અધિકાર છે. અનુબંધ અહિંસા રૂપ હોવાથી તે ગૃહસ્થને જિનાપૂજાથી અસદુઆરંભનો નાશ સંભવી શકે છે. યતિતો હંમેશને માટે સર્વ આરંભથી નિવૃત્ત હોવાથી ત્યાં – જિન પૂજા કરવામાં તેમને અધિકાર નથી. अत्रोच्यतेऽन्यत्रारम्भवतोऽसदारम्भस्य सतो नाशाय सदारम्भे जिनपूजादावधिकारित्त्वं, अनुबन्धाहिंसारूपात्ततस्तस्य तन्नाशसम्भवात्, यतेस्तु सदा सर्वारम्भनिवृत्तत्वान्न तत्राधिकारः 'प्रक्षालनाद्धीत्यादिन्यायात्तस्मादसदारम्भनिवृत्तिकामनावानिहाधिकारीति न कश्चिद्दोषः । कूपोदाहरणेनापि प्रवर्त्तमानस्य साधोस्तत्रावद्यमेव चित्ते स्फुरति उत्कृष्टगुणारूढत्वान्नतु गृहिणोऽतथात्वादिति कर्तृपरिणामवशादधिकारानधिकारौ, अत एव सामायिकस्थस्य गृहिणोऽपि तत्रानधिकारोऽन्यस्यापि पृथिव्याधुपमर्दभीरोर्यतनावतः सावद्यसङ्केपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावधप्रवृत्तियुक्तेत्यप्याहुरिति કૃતં વિસ્તરેખ | 9 ||
કાદવ લગાડીને સાફ કરવો તેના કરતા કાદવથી દૂર રહેવું બહેતર છે.” આવો ન્યાય હોવાથી અસઆરંભથી નિવૃત્ત થવાની ઈચ્છાવાળો જ અધિકારી છે. એટલે આરંભરૂપી કાદવ લગાડી પૂજા દ્વારા તે કાદવ દૂર કરવો સાધુ માટે યોગ્ય નથી. કૂવાનો દાખલો લઈ સાધુપૂજામાં પ્રવૃત્ત થાય તો ત્યારે તેના ચિત્તમાં “અરે આ પુષ્પ ચુંટવું તો પાપ છે' અરે આ તો સચિત્ત પાણી છે” ઈત્યાદિ પાપ જ સ્કુરાયમાન થાય છે. કારણ પોતે ઉંચા ગુણ પર ચઢેલો છે. જ્યાં (સંયમમાં) પ્રાણી માત્રની હિંસાથી બચવાનું
શ્રીષોડશકપ્રકરણમૂ૯
125)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org