________________
: ૫૪ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા-૫૦
જેમ (કષાયાદિ શત્રુ પ્રત્યે) શૂર, વૃષભની જેમ (સ્વીકારેલા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી) બલવાન, સિંહની જેમ (પરિષહ વગેરેથી અજેય હવાથી) અજેય, મેરુપર્વતની જેમ (ઉપસર્ગોથી ચલાયમાન ન થવાથી) સ્થિર, સાગરની જેમ (હર્ષ–શક આદિના પ્રસંગે ઉપસ્થિત થવા છતાં ચિત્ત ચલાયમાન ન થવાથી) ગંભીર, સૂર્યની જેમ (દ્રવ્યથી શરીરનું અને ભાવથી જ્ઞાનનું તેજ) ઝળહળતા તેજવાળા, શુદ્ધ સુવર્ણની જેમ (રાગાદિથી રહિત હેવાથી) વસ્વરૂપવાળા, પૃથ્વીની જેમ બધું (ઉપસર્ગો વગેરે) સહન કરનારા, ઘી નાખેલ અગ્નિની જેમ (જ્ઞાનરૂપ અને તપરૂપ તેજથી) દેદીપ્યમાન હોય છે.” (૪૯) સાધુ ધર્મનું ફળ :एसो पुण संविग्गो, संवेग सेसयाण जणयंतो । कुग्गहविरहेण लहुं, पावइ मोक्खं सयासोक्खं ॥ ५० ॥ - ઉક્તગુણાવાળે ભાવ સાધુ સ્વયં સંવિગ્ન હોય છે અને બીજાને પણ ઉપદેશ અને સારા આચરણથી સંવેગ પમાડે છે. આ સાધુ કુગ્રહ રહિત હોવાથી જલદી શાશ્વત સુખવાળા મેક્ષને પામે છે. (૫૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org