________________
ટીકાકારની પ્રશસ્તિ
જેમના ગયા પછી પેાતાના તેવા ખીજો આશ્રય નહિ પામતી શ્રુત અને સંયમ એ એ લક્ષ્મીદેવીએ દુર્ગાસ્થતિમાં રહે છે તે સાધુઓના સ્વામી શ્રી વર્ધમાનસૂરિ થયા. [ શ્રી ષધ માનસૂરિના સ્વર્ગવાસ પછી સાધુએમાં શ્રુત અને સચમમાં શિથિલતા આવી હતી એવા કે શ્રી વર્ષ માનસૂરિમાં શ્રુત અને સયમ સુંદર (=સર્વોત્કૃષ્ટ) હતાં એવા ભાવ છે.] (૧) તેમના શિષ્ય પ્રશસનીય અનેક શાસ્ત્રોની રચના કરનારા, સદા કાઈપણુ જાતની મદદ વિના વિહાર કરનારા અને ચંદ્રકુળ રૂપ આકાશમાં ચંદ્ર સમાન શ્રી જિનેશ્વર નામના સૂરિ થયા. (૨) તેમના બીજા પણ પાંડિત્ય અને ચારિત્રના ગુણાથી અનુપમ, શબ્દાદિના લક્ષણેાનું પ્રતિપાદન કરનાર નિર્દોષ ગ્રંથના (વ્યાકરણના) પ્રણેતા, ક્ષમાવતામાં શ્રેષ્ઠ બુદ્ધિસાગર નામના શિષ્ય પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતા. (૩) તે એના શ્રેષ્ઠ શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિના વચનથી તે એના જ શિષ્ય ગ્રંથના અથ એધમાં અતિશય મૂઢ બુદ્ધિવાળા અભયદેવસૂરિએ આ વૃત્તિ રચી છે. (૪) મારા શાસ્ત્રોના અર્થ સંબધી તેવે ખેધ નથી, મારી તેવી વાક્પટુતા નથી, અને આ ગ્રંથ ઉપર પૂર્વપુરુષાએ રચેલી ટીકા નથી, છતાં મે. આ ટીકા રચી તેનું કારણ સ્વામીનું વચન છે, અર્થાત્ શ્રી જિનચ'દ્રસૂરિના વચનથી મે‘ આ ટીકા રચી છે. (૫) આ ટીકામાં બુદ્ધિમ'દતાના કારણે કઈ પણ વિરુદ્ધ લખાયું હોય તે મારા ઉપર કૃપા કરીને વિદ્વાનાએ સુધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org