________________
ગાથા ૩૧થી૩૪ ૧૯ તપેવિધિ—પંચાશક : ૩૭૯ :
खमयादभिग्गहो इह, सम्मं पूया य वीयरागाणं । दाणं च जहासत्ति, जइदीणाईण विण्णेयं ॥ ३१ ॥
શુક્લ પક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે પ્રત્યાખ્યાન સંબંધી સ્પર્શન આદિ વિધિ પૂર્વક આયંબિલ કરવું એ સર્વાંગસુંદર તપ છે. (૩૦)
આ તપમાં ક્ષમા, નમ્રતા, સરળતા આદિને નિયમ, ભાવથી જિનપૂજા અને સાધુ-ગરીબ વગેરેને યથાશક્તિ દાન કરવું.(૩૧) નિરજશિખ તપનું વર્ણન :एवं चिय निरुजसिहो, गवरं सो होइ किण्हपक्वमि । तह य गिलाणतिगिच्छामिग्गहसारो मुणेयव्वो ॥ ३२ ॥ | સર્વાંગસુંદરની જેમ નિજશિખ તપ છે. પણ તે વદમાં કરવો. અર્થાત્ વદપક્ષમાં એકાંતરે આઠ ઉપવાસ કરવા અને દરેક ઉપવાસના પારણે આયંબિલ કરવું એ નિરજશિખતપ છે. આ તપમાં લાનની વૈયાવચ્ચ કરવાનો નિયમ કરે. (૩૨) પરમભૂષણ તપનું વર્ણન :बत्तीसं आयाम, एगंतरपारणेण सुविसुद्धो । तह परमभूसणो खलु, भूसणदाणप्पहाणो य ॥ ३३ ॥
એકાંતરે બત્રીશ નિર્દોષ આયંબિલ કરવાં તથા જિનને તિલક આદિ આભૂષણે ચઢાવવાં એ પરમભૂષણ તપ છે. (૩૩) આયતિજનક તપનું વર્ણન – एवं आयइजणगो, विष्णेओ णवरमेस सव्वत्थ । अणिमूहियबलविरियस्स होइ सुद्धो विसेसेणं ॥ ३४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org