________________
: ૩૬૪
૧૯ તપિવિધિ-પંચાશક
ગાથા ૩
મતિ આદિ જ્ઞાનની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં જણાવેલા અર્થોનું ચિંતન, અને ગુરુ પાસે વિધિપૂર્વક લઈને અભ્યાસ કરે એમ પાંચ પ્રકારે જ્ઞાન વિનય છે.
જેઓ દર્શનગુણમાં અધિક (=વિશુદ્ધ શ્રદ્ધાવાળા) હોય તેમને વિનય કરે એ દર્શનવિનય છે. દર્શન વિનયના શુશ્રષા અને અનાશાતના એમ બે ભેદ છે. તેમાં શુશ્રુષાના દશ ભેદ છે. તે આ પ્રમાણે -
(૧) સત્કાર-સ્તુતિ કરવી વગેરે. (૨) અભ્યસ્થાન=આવે ત્યારે ઊભા થવું વગેરે. (૩) સન્માન=વસ્ત્રાદિ આપવું. (૪) આસનાભિગ્રહ=આવે ત્યારે કે ઊભા હોય ત્યારે આસન આપવું, આસન ઉપર બેસવાની વિનંતિ કરવી વગેરે. (૫) આસનાનું પ્રદાન તેમની ઈચ્છાનુસાર તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. (૬) કૃતિકર્મ=વંદન કરવું. (૭) અંજલિગ્રહ=દર્શન થતાં અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા. (૮) આગછદgગમન=આવે ત્યારે સામા જવું. (૯) સ્થિતપણું પાસન-બેઠા હોય ત્યારે પગ દબાવવા વગેરે સેવા કરવી. (૧૦) ગચ્છદનગમન-જાય ત્યારે થોડા માગ સુધી તેમની સાથે જવું.
અનાશાતના વિનયના પંદર ભેદ છે. તે આ પ્રમાણે - તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંગિક, ક્રિયા અને પાંચ જ્ઞાન એ પંદરને આશાતના ત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરે. (ધર્મ=ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ)ક્રિયા એટલે આસ્તિક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org