________________
: ૧૫૪ :
૧૩ પિડવિધિ-પંચાશક
ગાથા ૩૧
ક્રિયાઓમાં રત રહેનારા સાધુઓને શુદ્ધપિંડ કહ્યો છે. કારણ કે ઉક્ત “સં” ઈત્યાદિ સૂત્રમાં “સંજ” પદનો સમ્યફ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જન અને સૂત્ર-અર્થ પરિસી કર્યા પછી થયેલા ભિક્ષા સમયે આહાર-પાણીની ગવેષણા કરે એવો અર્થ કર્યો છે. આહાર–પાણીની ગવેષણ (-શુદ્ધાશુદ્ધની તપાસ) પિંડની વિશુદ્ધિ માટે કરવાની છે. તથા આગળના ભાગમાં યુગપ્રમાણ દષ્ટિ રાખીને ચાલે વગેરે પણ “ઈર્યા સમિતિવાળાને ભિક્ષાની શુદ્ધિ હોય છે” એ જણાવવા કહ્યું છે.
(મૂળ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ -) તથા સાધુને વિશુદ્ધ જ પિંડ લેવાનું કહ્યું છે. અશુદ્ધ પિંડ લેવાથી સાધુપણું રહેતું નથી. (યતિદિનચર્યામાં) કહ્યું છે કેपिंडं असोहयंतो, अचरिती एत्थ संसओ नत्थि । चारित्तम्मि असंते, सव्वा दिक्खा निरस्थियत्ति ॥ २१० ॥
જે પિંડની શુદ્ધ છે કે અશુદ્ધ એવી તપાસ કરતે નથી તે ચારિત્ર રહિત છે એમાં સંશય નથી. ચારિત્ર ન હોય તે સંપૂર્ણ દીક્ષા નકામી છે.” (૨૧૦)
અથવા મૂળગાથાના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે – સાધુને જ પિંડ હોય છે, સાધુ સિવાય બીજાને પિંડ ન હેય, અર્થાત્ યતિના આહારને જ પિંડ કહેવાય, બીજાના આહારને નહિ. કારણ કે જ્ઞાનાદિ ગુણેના સમુદાય રૂપ ભાવપિંડનું કારણ હોય તે જ મુખ્ય પિંડ છે. આથી જ યતિભિક્ષા જ પિંડ તરીકે રૂઢ છે. (૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org