________________
= ૧૫૨ :
૧૩ પિડવિધિ—પંચાશક
ગાથા ૩૦
બે
કમ વગેરે દોષ લાગે છે. આમ છતાં, તેવી શક્તિ ન હોય અને નિરંતર સ્વાધ્યાય આદિ યોગેનો નિર્વાહ થાય વગેરે પુષ્ટ કારણથી લેપવાળાં દ્રવ્ય લેવાં પડે તે સાવશેષ લેવાં, અર્થાત્ ભાજન તદન ખાલી ન થાય તેમ લેવું, થોડું પણ તેમાં રહેવા દેવું, જેથી ખાલી થયેલું વાસણ વગેરે દેવાથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. ]
(૧૦) છર્દિતા- છર્દિત એટલે ઢળેલું. આપવાની વસ્તુ નીચે ઢોળતાં ઢાળતાં આપે તે છર્દિત દોષ છે, વિહેરાવતાં દૂધ આદિ ઢોળાય કે તેના છાંટા પડે તો નીચે રહેલા જીની વિરાધના થાય, અથવા નીચે પડેલા છાંટાથી આકર્ષાઈને કીડી વગેરે જ આવે અને ગૃહસ્થના પગ નીચે ચગદાઈ જાય વગેરે રીતે મરી જાય.] (૨૭-૨૮-૨૯). શપિંડ પરમાર્થથી કોને હેય તે જણાવે છે – एयदोसविसुद्धो, जतीण पिंडो जिणेहिऽणुण्णाओ । सेसकिरियाठियाणं, एसो पुण तत्तओ णेयो ॥ ३० ॥
જિનેશ્વરાની સાધુઓને ઉક્ત બેતાલીસ દેથી રહિત શુદ્ધ પિંડ લેવાની આજ્ઞા છે. તથા શુદ્ધપિંડ પરમાર્થથી પિડવિશુદ્ધિ સિવાયની બીજી પ્રતિલેખના, સ્વાધ્યાય વગેરે ક્રિયાઓમાં પણ રત રહેનારા સાધુઓને હોય છે. પ્રતિલેખનાદિ ક્રિયા ઓથી રહિત સાધુઓને બેતાલીસ દેશેને ત્યાગ કરવા છતાં પરમાર્થથી શુદ્ધપિંડ ન હોય. કારણ કે મૂલગુણ વિના ઉત્તરગુણ નકામા છે. (૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org