________________
વિશેષ વિવરણ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૧૩ :
૪ ઔદેશિકના એઘ અને વિભાગ એમ બે ભેદ છે. પિતાના માટે ભાત વગેરે પકાવવાની શરૂઆત કરે ત્યારે તેમાં ભિક્ષા માટે જે કઈ આવે તેને ભિક્ષા આપવા માટે “આટલું પિતાના માટે અને આટલું ભિક્ષા આપવા માટે” એવે વિભાગ કર્યા વિના ભાત વગેરે અધિક નાખે તે એઘ શિક છે.
વિવાહ વગેરે પ્રસંગે ભોજનાદિ કર્યા પછી વધેલા આહારાદિને દાન આપવાની બુદ્ધિથી અલગ મૂકી રાખવામાં આવે તે વિભાગ શિક છે.
ઓઘ ઔશિકમાં એઘથી=વિભાગ કર્યા વિના અધિક નાખવામાં આવતું હોવાથી તેનું “ઘ” એવું નામ સાર્થક છે. વિભાગ શિકમાં વધેલા આહારાદિનો આટલું દાન માટે એમ વિભાગ કરવામાં આવતું હોવાથી તેનું ‘વિભાગ એવું નામ સાર્થક છે.
* પ્રસ્તુત ગાથામાં પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોની અપેક્ષાએ થોડો ફેર હેવાથી ઔદેશિકના બધા પેટા ભેદે સમજાયા પછી આ ગાથાને ભાવાર્થ સમજવામાં સરળતા રહે એ દષ્ટિએ અહીં ગાથાનો ભાવાર્થ લખતાં પહેલાં પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોના આધારે કાઉંસમાં કેશિકના બધા પેટા ભેદે જણાવ્યા છે.
મક અધ્યવપૂરકમાં પકાવવાની શરૂઆત કર્યા પછી પાછળથી ઉમેરવામાં આવે છે. ઓઘ શિકમાં પકાવવાની શરૂઆત કરતી વખતે જ અધિક નાખવામાં આવે છે. આમ ઓઘ ઔદેશિકમાં અને અધ્યવપૂરકમાં ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org