________________
ગાથા૨૨
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૭૧ :
કેશવાણિજ્ય - અહીં કેશ શબ્દથી કેશવાળા જ સમજવા. કેશવાળા દાસ, દાસી, ગુલામ, ગાય, બળદ, હાથી, ઘેડા વગેરે જેનો વેપાર તે કેશવાણિજ્ય છે. આનાથી તે તે જીવોને પરાધીનતા, માર, બંધન, સુધા, તૃષા, પરિ શ્રમ વગેરે અનેક દુખે થતાં હોવાથી કેશવાણિજ્ય ત્યાજ્ય છે.
વિષવાણિજ્ય – કોઈપણું જાતના ઝેરને વેપાર વિષવાણિજ્ય છે. ઝેર અનેક જીવોના પ્રાણનાશનું કારણ છે. ઝેરના ઉપલક્ષણથી હિંસક શસ્ત્રોને વેપાર પણ વિષવાણિજ્ય છે.
(૧૧-૧૫) યંત્રપાલનઃ- તલ, શેરડી આદિ પીલવાનાં યંત્રોથી તલ, શેલડી આદિ પીલવું. તલ આદિ પીલવાથી તલ અદિના જીવન અને તેમાં પડેલા ત્રસ જીવને ઘાત થાય છે.
નિલ ઇનકમ –ગાય વગેરે પ્રાણીઓના શરીરનાં અંગો છેઠવાને ધંધે તે નિલાંછનકર્મ. જેમકે- કાન વીંધવાં, શરીર ચિહ્નો કરવાં, ખસી કરવી, ડામ દેવે વગેરે. આમ કરવાથી તે તે જીવને દુઃખ થાય છે એ પણ જોવામાં આવે છે.
દાદાનઃ- વનને બાળવું તે દવદાન. જુનું ઘાસ ખાળી નાખવાથી ત્યાં નવું ઘાસ ઉગે એ બુદ્ધિથી કે ધમં બુદ્ધિથી (કે બીજા કોઈ કારણથી) દવદાન કરવું તે પાપ છે. તેમ કરવાથી અગ્નિના છની વિરાધના થાય અને બીજા ઘણા છે અગ્નિમાં બળીને મરી જાય છે.
* કેટલાક અજ્ઞાન જેવો દવદાનથી પુણ્ય થાય એવું માનનારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org