________________
: ૪૬
૯ યાત્રાવિધિ—પંચાશક
ગાથા-૧૬
ન આપે, અર્થાત્ બધું જ આપે. તે પછી જિનયાત્રા પ્રસંગે જીવહિંસાનું નિવારણ કયું મોટું કામ છે? અર્થાત્ જીવહિંસાનું નિવારણ બહુ જ નાનું કામ લેવાથી અવશ્ય કરે.
પ્રશ્ન:- રાજાને વિધિપૂર્વક ઉપદેશ આપે એમ કહ્યું છે તે શાસ્ત્રમાં ઉપદેશને વિધિ શો છે?
ઉત્તર - જે જીવોને ઉપદેશ આપવાનો છે તે જીવની પ્રકૃતિ (પરિણામ) વગેરે જાણીને તેની પ્રકૃતિ આદિને અનુરૂ૫ દેશના આપવી. કહ્યું છે કે – बालादिभाषमेषं सम्यग् , विज्ञाय देहिनां गुरुणा । सद्धर्मदेशनाऽपि हि, कर्तव्या तदनुसारेण (षो०१-१३)
ગુરુએ બાલસા વગેરે જીવોના ભાવે (આત્મપરિણામ) બરોબર જાણીને તેમના ભાવ અનુસાર સદુધર્મનો ઉપદેશ આપો. અર્થાત્ જેને જે રીતે ઉપદેશ આપવાથી લાભ થાય તેને તે રીતે ઉપદેશ આપવો.” (૧૫)
રાજાને ઉપદેશ આપવાને વિધિएत्थमणुसासणविही, भणिओ सामण्णगुणपसंसाए । गंभीराहरणेहि, उत्तीहि य भावसाराहि ॥ १६ ॥
જેનશાસનથી અવિરુદ્ધ એવા વિનય, દાક્ષિણ્યતા, સજજનતા વગેરે (માર્થાનુસારી) ગુણની પ્રશંસા કરવી,
*ઉપદેશ આપવાની દૃષ્ટિએ જીવોના બાલ, મધ્યમ અને પંડિત એમ ત્રણ પ્રકાર છે. બાલ એટલે વિશિષ્ટ વિવેક રહિત. મધ્યમ એટલે મધ્યમ વિવેક વાળા. પંડિત એટલે વિશિષ્ટ વિવેક સંપન્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org