________________
ગાથા-૯થી૧૧
૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૯૧ :
જિનયાત્રામાં જેમ દેવેદ્ર સર્વ વિભૂતિથી અને સર્વ પ્રયત્નથી દેહભૂષા કરે છે તેમ બીજાઓએ પણ શક્તિ મુજબ વસ્ત્ર, વિલેપન, પુષ્પ, અલંકાર વગેરેથી વિવિધ રીતે સર્વોત્તમ શરીરવિભૂષા કરવી જોઈએ. (૮)
ઉચિત ગીત-વાદ્ય :उचियमिह गीयवाइयमुचियाण बयाइएहि जं सम्म । जिणगुणविसयं, सद्धम्मबुद्धिजणगं अणुवहासं ॥ ९ ॥
સ્વભૂમિકાની અપેક્ષાએ યોગ્ય જીવોના વય આદિ ભાવથી જે રમણીય હેય, અર્થાત્ ગીત-વાદ્ય કરનારા યોગ્ય હેય, તથા ગીત-વાદ્ય કરનારા અને કરાવનારા છ વય, રૂપ, સૌભાગ્ય, ઔદાર્ય, એશ્વર્ય આદિથી યુક્ત હેય, એટલે કે ગીત-વાદ્ય કરનારા યુવાની, સુંદર રૂપ આદિથી યુક્ત હોવાથી અને કરાવનારા ઔદાર્ય આદિથી યુક્ત હોવાથી જે ગીત-વાદ્ય રમણીય હોય છે જેમાં જિનના વિતરાગતા વગેરે ગુણોનું વર્ણન હોય, જે સુધમ (જૈનધર્મ) પ્રત્યે આકર્ષણ કરનાર હેય, જે ઉપહાસને પાત્ર ન હોય, તે ગીત-વાદ્ય ગ્ય ગણાય. આવું ગીત-વાદ્ય જિનયાત્રામાં કરવું જોઈએ. ગીત વાદ્ય એટલે ગીત ગાવા અને વાજિંત્રો વગાડવાં (૯)
સ્તુતિ-સ્તોત્ર દ્વારનું વિવરણ - थुइथोत्ता पुण उचिया, गंभीरपयत्थविरइया जे उ । संवेगवुद्धिजणगा, समा य पाएण सव्वेसि ॥ १० ॥
સૂકમબુદ્ધિથી જાણી શકાય તેવા ગંભીર ભાથી રચેલા સંવેગવર્ધક અને પ્રાયઃ બોલનાર બધા સમજી શકે તેવા
ગ્ય સ્તુતિ-સ્તો જિનયાત્રામાં કરવાં જોઈએ. (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org