________________
ગાથા-૩થીપ
૯ યાત્રાવિધિ-પંચાશક : ૪૮૯ :
જિનયાત્રા પ્રભાવનાનું કારણ છે - पवरा पमावणा इह, असेसभावंमि तीइ सब्भावा । जणजत्ता य तयंगं, जं पवरं ता पयासोऽयं ॥ ३ ॥
સમ્યગ્દર્શનના આઠ આચારોમાં પ્રભાવના પ્રધાન આચાર છે. કારણ કે જે નિઃશંકિત વગેરે આચારોથી યુક્ત હોય તે જ શાસનપ્રભાવના કરી શકે છે. જિનના મહોત્સવ રૂપ જિનયાત્રા જિનશાસનની પ્રભાવનાનું પ્રધાન કારણ છે. માટે જ અહીં જિનયાત્રાવિધિના વર્ણનનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. (૩)
જિનયાત્રા શબ્દને અર્થ :जता महसवो खलु, उद्दिस्स जिणे स कीरई जो उ । सो जिणजत्ता भण्णइ, तीइ विहाणं तु दाणाइ ॥ ४ ॥
જિનનો મહોત્સવ તે જ જિનયાત્રા છે. તેને (૧૨ મી ગાથાથી કહેવામાં આવશે તે) દાન વગેરે વિધિ છે. (૪)
મહોત્સવમાં કરવા લાયક દાન આદિનો નિર્દેશ – दाणं तवोवहाणं, सरीरसक्कारमो जहासत्ति । उचितं च गीतवाइय, थुति थोता पेच्छणादी य ॥ ५ ॥ .
જિનમહોત્સવમાં યથાશક્તિ ૧ દાન, ૨ તપ, ૩ દેહભૂષા, ૪ ઉચિત ગીત-વાદ્ય. ૫ સ્તુતિ-સ્તોત્ર, ૬ પ્રેક્ષક, સ્તવન, કથા, રથ પરિભ્રમણ વગેરે કરવું જોઈએ. આ દ્વાર ગાથા છે. આમાં (દાનથી ટેક્ષણક સુધી છે) દ્વારા નિર્દેશ કર્યો છે. હવે ક્રમશઃ એ દ્વારનું વિવરણ કરશે. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org