________________
૯ ૪૭૬ =
૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૯
પ્રતિષ્ઠા થયા પછી યથાશક્તિ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનું પૂજન કરવું જોઈએ. કારણ કે સંઘના એક ભાગ રૂપ ધર્માચાર્ય આદિની પૂજાથી સંઘપૂજા અધિક ફળવાળી છે.
પ્રશ્ન:- ધર્માચાર્યની પૂજાથી પણ સંઘપૂજા વધી જવાનું શું કારણ?
ઉત્તર – કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે (૧) તીર્થંકર પછી પૂજ્ય તરીકે સંઘનું સ્થાન છે. અર્થાત્ પહેલા નંબરે તીર્થકર અને બીજા નંબરે સંઘ પૂજ્ય છે. ત્યારબાદ ધર્માચાર્ય આદિ પૂજ્ય છે. (૨) અથવા તીર્થકરને પણ પૂજ્ય હોવાથી સંઘ તીર્થકર તુલ્ય છે. (૩) અથવા [ તીર્થકરને જીવ પ્રવચનમાં કહેલા અનુષ્ઠાનેના સેવનથી, સંઘની આરાધનાથી અને સંઘસહાયથી તીર્થકર બને છે, સંઘ વિના કોઈ જીવ તીર્થકર બની શકે નહિ. આથી ) તીર્થંકરનું તીર્થંકરપણું સંઘપૂર્વક છે, અર્થાત્ તીર્થંકરપણામાં સંઘ કારણ બને છે. આથી ધર્માચાર્યની પૂજાથી પણ સંઘપૂજા વધી જાય. (૩૮)
સંઘની વ્યાખ્યા અને તીર્થકરપૂજ્યતા :गुणसमुदाओ संघो, पवयण तित्थंति होति एगट्ठा । तित्थगरो वि य एणं, णमए गुरुभावतो चेव ॥ ३९ ॥
અનેક જીવોમાં રહેલા જ્ઞાનાદિગુણને સમૂહ સંઘ કહેવાય છે.
પ્રવચન અને તીર્થ એ બે શબ્દોને સંઘ અર્થ છે. યદ્યપિ પ્રકૃષ્ટ કે પ્રશસ્ત વચન તે પ્રવચન એવી વ્યુત્પત્તિથી પ્રવચન શબ્દને દ્વાદશાંગી અર્થ થાય, અને છે જેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org