________________
ગાથા૩૩ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૩ :
વધતા હોય-અધિક અધિક હોય તે વર્ધમાન સ્તુતિ કહેવાય. પછી શાસનદેવીની આરાધના માટે એકાગ્રચિત્ત કાઉસ્સગ કરવો. પછી સ્તવસ્મરણ કરવું. સ્તવમરણ કરવું એટલે કાઉસગ્નમાં લેગસનું ચિંતન કરવું. અથવા સ્તવ અને સ્મરણ એ બે પદે અલગ કરીને સ્તવ કરો અને સ્મરણ કરવું એ અર્થ થાય. સ્તવ કરે એટલે કાઉસ પાર્યા પછી લોગસ્સને પાઠ બોલ. સ્મરણ કરવું એટલે ઈષ્ટ ગુરુ વગેરેનું સ્મરણ કરવું. પછી જિનબિંબની કે પ્રતિષ્ઠાકારકની પૂજા કરવી. પછી મુહૂર્તને સમય થતાં નવકાર બોલવા પૂર્વક કે બીજું કંઈ માંગલિક બોલવા પૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. (૩૨)
પ્રતિષ્ઠા પછી કરવાની વિધિ :पूया वंदणमुस्सग्ग पारणा भावथेजकरणं च । सिद्धाचलदीवसमुद्दमंगलाणं च पाठो उ ॥ ३३ ॥
પછી પ્રતિષ્ઠિત બિબની પુપાદિથી પૂજા કરવી. પછી ચૈત્યવંદન કરવું. પછી ઉપસર્ગની શાંતિ નિમિત્તે કાઉસગ કરે, પ્રતિષ્ઠાદેવતાને કાઉસ્સગ કર એમ બીજાઓ કહે છે. કાઉસ્સગ ધાર્યા પછી ભાવસ્થય કરવું. ભાવધૈર્ય એટલે ચિત્તની સ્થિરતા. (અર્થાત્ એકાગ્રચિત્ત જિનની જન્માવસ્થા આદિનું ચિંતન કરવું. ) અથવા ભાવસ્થય એટલે આશીર્વાદનાં વચનો બોલીને કરેલી પ્રતિષ્ઠાની સ્થિરતાની ભાવના ભાવવી. આશીર્વાદ માટે સિદ્ધ, પર્વત, દ્વીપ, સમુદ્ર વગેરેની ઉપમાવાળી મંગલ ગાથાઓ બોલવી. (૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org