________________
ગાથા-૨૨-૨૪ ૮ જિનબિંબવિધિ-પંચાશક : ૪૬૯ ઃ
E
બિંબ પાસે કળશની સ્થાપનાचत्तारि पुण्णकलसा, पहाणमुद्दाविचित्तकुसुमजुया । सुहपुण्णचत्तचउतंतुगोच्छया होति पासेसु ॥ २२ ॥
જે બિબની પ્રતિષ્ઠા કરવાની છે તે બિંબની પાસે ચારે દિશામાં અખંડ, પાણીથી પૂર્ણ ભરેલા, અંદર સોનામહોર, રૂપિયા કે રન નાખેલ હોય તેવા, વિવિધ રૂપોથી યુક્ત અને ચરખાથી કાંતેલા કાચા સૂતરની કોકડીથી ભરેલી ત્રાકના ચાર તાંતણાથી બાંધેલા કાંઠાવાળા ચાર કળશે મૂકવા. (૨૨)
બિબ સમક્ષ મંગળદીવા વગેરેની સ્થાપના :मंगलदीवा य तहा, घयगलपुण्गा सुभिक्खुभक्खा य । जववारयवण्णयसत्थिगादि सव्वं महारंभं ॥ २३ ॥
બિંબ સમક્ષ ઘી ગળથી પૂર્ણ મંગળદીવા કરવા, સુંદર શેરડીના સાંઠાના ટુકડા, મીઠાઈ વગેરે ખાવા લાયક વસ્તુ મૂકવી, શરાવમાં પેલા જવના અંકુર-જવારિયા, ચંદનને સ્વસ્તિક નંદાવર્ત વગેરે અતિશય સુંદર બધું કરવું. (૨૩). मंगलपडिसरणाई, चित्ताई रिद्धिविद्धिजुत्ताई । पढमदियहमि चंदण विलेवणं चेव गंधड्दं ॥ २४ ॥ - પહેલા દિવસે=અધિવાસન કરવાના દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ (ડાભ-ધરો)એ બે ઔષધિ સહિત વિચિત્ર મંગલ કંકણે (=મંગલ દેરા) પ્રતિમાજીના હાથે બાંધવા તથા પ્રતિમાજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org