SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૬૪ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૧૩ સાધુધર્મ સંબંધી કે શ્રાવકધર્મ સંબંધી જે કંઈ પ્રવૃત્તિ વમતિ પ્રમાણે થાય તે આજ્ઞારહિત હેવાથી સંસારનું કારણ બને છે. કારણ કે સંસારનો પાર પામવાનાં સાધનોમાં આજ્ઞા જ પ્રમાણ છે. અર્થાત્ સંસારનો પાર પામવાનાં સાધને પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તે જ સંસારને પાર પમાડનારાં બને છે. પ્રશ્ન-જિનના ઉદ્દેશથી રહિત પ્રવૃત્તિ વમતિ મુજબ કરે તે સંસારનું કારણ બને એ બરાબર છે, પણ જિનને ઉદેશીને જિને* આ કરવાનું કહ્યું છે તેમ જિનનું આલંબન લઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે તે સંસારનું કારણ શી રીતે બને? કારણ કે તેમાં જિન ઉપર પક્ષપાત છે. જિન ઉપર પક્ષપાત મહાફલવાળું છે. ઉત્તર – જિનને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ પણ જે સ્વમતિ મુજબ હોય તે પરમાર્થ થી તે પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી નથી. જ્યાં વમતિ હોય ત્યાં જિનને ઉદ્દેશ-જિનનું આલંબન હાય જ નહીં. જે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે છે તે જ જિનને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે અને તેને જ જિન પ્રત્યે પક્ષપાત છે. જે સવમતિ મુજબ પ્રવૃત્તિ કરે છે તે * અથવા જિનને આશ્રયીને થતી જિનભવનનિર્માણ, જિનબિબ-પ્રતિષ્ઠા, જિનબિંબ પૂજા વગેરે પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને છે, અર્થાત જિનભક્તિ સંબંધી પ્રવૃત્તિ જિનના ઉદેશવાળી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy