________________
: ૪૬૦ : ૮ જિનબિંબવિધિ—પ‘ચાશક
ગાથા-૭-૮
તેના જ હિત માટે તે કાળ પ્રમાણે પ્રતિમા ઘડવાનું જે ચૈાગ્ય મૂલ્ય થતુ હાય તે નક્કી કરે. જેમકે આટલા પૈસાથી આટલાં બિખા તમારે બનાવવાં અને ટુકડે ટુકડે પૈસા આપીશ.
[ભાવાર્થ:- દેષિત શિલ્પી બિંબ ઘડવાથી મળેલા પૈસાના પરી, દારુ, જુગાર આદિ વ્યસનમાં ઉપયાગ કરે. આથી જો તેને મૂલ્ય ઠરાવ્યા વિના એની મહેનત પ્રમાણે થયેલા પૈસાથી વધારે પૈસા આપવામાં આવે તે તે પૈસાના ઉપયોગ વ્યસનમાં કરે, પૈસા આપનારે આ પૈસા જિનબિખ ઘડવા માટેના છે. એમ કલ્પીને આપ્યા હાવાથી તે પૈસા દેવદ્રવ્ય કહેવાય. દેવદ્રવ્યના વ્યસનમાં ઉપયોગ કરનારને દેવદ્રવ્યના ભક્ષણુનેા દોષ લાગે છે. તેનાં કટુકળા આવે છે. આથી શિલ્પીના હિત માટે તેને મહેનતથી વધારે પૈસા ન આપવા. નક્કી કરેલા પૈસા પણ જેમ જેમ કામ થતું જાય તેમ તેમ ટુકડે ટુકડે આપવા. કારણ કે એકી સાથે પૈસા આપવામાં આવે તેા તેના ઉપયોગ વ્યસનમાં કરે. ટુકડે
કાઉ‘સમાં જે ભાવા લખ્યા છે તે માટે ટીકામાં કાઇ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ટીકામાં દોષિત કારીગર બિંબ માટે પેલા દ્રવ્યના ભક્ષણુથી સંસારરૂપ ખાડામાં પડી ન જાય એ હેતુથી તેના જ હિત માટે મૂલ્ય નક્કી કરવું એટલું જ જણાવ્યું છે, પણ અિંર્થી માટે કપેલા દ્રવ્યનું ભક્ષણ કેવી રીતે થાય તેને ખુલાસા કર્યો નથી. પશુ સાતમી અને આઠમી ગાથાના સબધ જોવાથી મને જે ભાવ જણાયા છે તે ભાવ અહીં કાઉસમાં આપ્યા છે. આમાં મારી ગેરસમજ થતી હાય ત વાચકે! મને જણાવે એવી પ્રાર્થના કરું છું. અનુવાદક.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org