________________
:: ૪૩૪ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૧૩-૧૪
ઓનું આગમન ન થાય, (૪) જે કદાચ સાધુએ જિનદર્શનાદિ માટે આવે તે વેશ્યા-નટ વગેરેની ચેષ્ટાનું દર્શન, વાણીનું શ્રવણ વગેરેથી સાધુઓના આચારને નાશ થાય, (૫) “જેને પ્રાયઃ એવા જ છે કે જેથી વેશ્યા, મકાન, જુગારી, ખલ, માછીમાર વગેરેના પ્રદેશમાં જિનમંદિર કરાવે છે” આ પ્રમાણે લેકમાં શાસનની નિંદા થાય, (૬) તેવા હલકા માણસે જિનમંદિરમાં આવે, ભગવાનની આશાતનાદિ કરે, રોકવાથી ઝગડો કરે, (૭) તથા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના રૂપ ભયંકર દે લાગે. આ દે સંસારનું કારણ છે-સંસારમાં રખડાવે છે. (૧૧-૧૨) ભૂમિમાં શલ્ય રહેવાથી થતા – कीलादिसल्लजोगा, होति अणिव्वाणमादिया दोसा । एएसि वजणट्ठा, जइज इह सुत्तविहिणा उ ॥ १३ ॥ - જિનમંદિરની ભૂમિમાં ખીલે, કેલસા, હાડકાં વગેરે અશુભ વસ્તુ રૂપ શલ્ય રહેવાથી અશાંતિ, ધનહાનિ, કાર્યમાં અસફલતા વગેરે દે થાય છે. માટે તે દોષ દૂર કરવા શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિશુદ્ધિ કરવા પ્રયત્ન કરે જોઈએ. (૧૩) ભૂમિ ભાવથી પણ શુદ્ધ હેવી જોઈએ :धम्मत्यमुज्जएणं, सव्वस्सापत्तियण कायव्वं । इय संजमोवि सेओ, एस्थ य भयवं उदाहरणं ॥ १४ ॥
જિન ભવન નિર્માણ દ્વારા કર્મક્ષય રૂપ ધર્મ માટે પ્રયત્ન કરનારાએ કાઈને પણ અપ્રીતિ ન કરવી જોઈએ, હલકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org