________________
• ૪૨૮ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૭-૮
કરે છે. આથી સ્વ-પરના હિત માટે જિનમંદિર બંધાવનારમાં ઉક્ત ગુણે હેવા જરૂરી છે. (૬)
ગ્ય જીવથી જિનમંદિર નિર્માણ દ્વારા થતા હિતનું સ્વરૂપઃतं तह पवत्तमाण, दट्टे केइ गुणरागिणो मग्गं । अण्णे उ तस्स बीयं, सुहभावाओ पवजेति ॥ ७ ॥ - જિનભવન કરાવવાની યેગ્યતાવાળા જીવને જિનમંદિર નિર્માણમાં ઉક્તગુણોને અનુરૂપ પ્રવૃત્તિ કરતો જોઈને કોઈ ગુણરાગી જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને પામે છે. બીજા કેટલાક ગુણાનુરાગરૂપ શુભ પરિણામથી સમ્યગ્દર્શનાદિ માર્ગના બીજને (પ્રવચન પ્રશંસા વગેરેને) પામે છે. ગુણ રાગ વિનાના જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને ન પામી શકે. માટે અહીં ગુણરાગી એમ કહ્યું છે. (૭) જિનશાસન સંબંધી શુભભાવ સમ્યગ્દર્શનનું બીજ છે – जो च्चिय सुहभावो खलु, सव्वन्नुमय म्मि होइ परिसुद्धो ॥ सो च्चिय जायइ बीय, बोहीए तेणणाएण ॥ ८॥ .
જિનશાસન સંબંધી પ્રશંસાદિરૂપ જે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ પરિશુદ્ધ (ગતાનુગતિપણે પ્રશંસાદિ કરવું વગેરે દૂષણોથી રહિત) શુભભાવ થાય છે તે પરિશુદ્ધ શુભાવ જ સમ્યગ્દર્શનનું બીજ-કારણ બને છે. આ વિષયમાં ચોરનું દષ્ટાંત છે.
* परिशुद्धः-शुद्धो, न पुनः परानुवृत्त्यादिदूषणोपेतत्वेનાdr :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org