SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-ર૬ ૬ સ્તવવિધિ—પંચાશક ૩૯૭ : કરવા સમર્થ નથી. કારણ કે બીજાઓને સંપૂણ આજ્ઞા પાલનથી થતા લાભનું યથાર્થ જ્ઞાન નથી. જેમાં ભગવાનની આજ્ઞા વિસ્તારથી સમજાવવામાં આવી છે તે શાસ્ત્રના અભ્યાસ માટે ભાવસાધુ જ વિશેષ અધિકારી હોવાથી ભાવસાધુ જેવી રીતે સંપૂર્ણ આજ્ઞાપાલનના ગુણે જાણી શકે તેવી રીતે સમ્યગ્દષ્ટિ શ્રાવક વગેરે ન જાણી શકે. તથા બીજી વાત એ છે કે કદાચ સંપૂર્ણ આજ્ઞાપાલનના લાભનું થોડું ઘણું જ્ઞાન થાય તે પણ ચારિત્ર મેહનીય આદિ કર્મોદય રૂપ દોષથી ભાવયતિ સિવાય બીજો કોઈ તેને અમલમાં ન મૂકી શકે. આથી સંપૂર્ણ આજ્ઞાપાલનરૂપ ભાવસ્તવ મહાન છે. (૨૫) અન્ય આચાર્યો પણ ભાવસ્તવને મહાન માને છે - इत्तो च्चिय फुल्लामिसथूईपडिवत्तिपूयमझमि । चरिमा गरुई इट्टा, अण्णेहिवि णिच्चभावाओ ॥ २६ ॥ સંપૂણે આજ્ઞાપાલન ભાવ સાધુથી જ થઈ શકે તેમ હોવાથી અન્ય આચાર્યો પણ પુષ્પ, આહાર, સ્તુતિ અને પ્રતિપત્તિ ( =ચારિત્ર સ્વીકાર) એ ચાર પૂજામાં છેલ્લી પૂજાને મહાન માને છે. + કારણ કે તે નિત્ય-ચાવજ જીવ હોય છે. જ્યારે પુષ્પાદિ પૂજા કયારેક હોય છે. અહીં પુષ્પ પૂજાના ઉપલક્ષણથી વસ્ત્ર, રત્ન વગેરે પૂજા પણ. સમજી લેવી. આહાર પૂજાના ઉપલક્ષણથી ફલ-નવેદ્ય પૂજા + લલિત વિસ્તરા અનમોલ્થ i afહૃતા” ની વ્યાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy