________________
ગાથા-૪૫-૪૬ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૭૧ :
અનુરૂપ (આચાર્ય, ઉપાધ્યાય આદિ જે પદે હોય તે પદને
ગ્ય વાચના આપવી વગેરે) ઉચિત વ્યાપાર કરે છે તેને આહારના પ્રત્યાખ્યાનમાં અનુબંધભાવ થાય છે, અર્થાત્ પ્રત્યાખ્યાનના પરિણામને વિચ્છેદ થતા નથી. મુધાના કારણે સ્વાધ્યાયાદિ સંયમો ન થાય માટે આહાર લેવાને છે. જે અન્ન વિના સંયમયેગે થઈ શકતા હોય તે અન્નનું પ્રત્યાખ્યાન કરવું એ જ એગ્ય છે. એટલે જોજન કર્યા પછી સ્વાધ્યાયાદિ કરવામાં આવે તો જ ભેજનનો હેતુ સિદ્ધ થતો હોવાથી પ્રત્યાખ્યાનના પરિણામનો અનુબંધ થાય, અન્યથા નહિ. (૪૪) ગુજ્ઞાનું મહત્ત્વ:- गुरुआएसेणं वा, जोगंतरगपि तदहिगं तमिह । गुरुआणाभगम्मी, सव्वेऽणत्था जओ भणितम् ॥ ४५ ॥ मुट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरितो गुरुवयणं, अणंतसंसारिओ होति ॥ ४६ ॥
જે ગુરુના-વડિલના આદેશથી સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપારથી અન્ય વ્યાપાર કરે છે તેને પણ પ્રત્યાખ્યાનનો અનુબંધભાવ થાય છે. કારણ કે અહીં સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપારથી ગુરુએ કહેલ વ્યાપાર પ્રધાન છે, અર્થાત્ ગુરુ આજ્ઞા પ્રધાન છે. ગુર્વાજ્ઞાના ભંગમાં બધા અનર્થો થાય છે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે-૪૫) છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ, માંસખમણ કરે, પણ ગુરુની આજ્ઞા ન માને તે અનંત સંસારી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org