________________
: ૩૬૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૩૯ થી ૪૧
ઉત્તરપક્ષ –“ સાધુ આહારનો ત્યાગ ત્રિવિધ ત્રિવિધે કરતા નથી. આથી અન્યને અનાદિ આપવા દ્વારા આહાર કરાવવામાં આશંસા રહિત સાધુને પ્રત્યાખ્યાન ભંગરૂપ દેષ લાગતો નથી. ” [ ૧૫૭૭ ] (૩૯)
આથી આહારનું પ્રત્યાખ્યાન કરનાર પણ જે આચાર્ય, લાન, બાલ અને વૃદ્ધાને પ્રાગ્ય આહાર પિતાને મળે તેમ હોય તો ભિક્ષા માટે ફરે અને એ રીતે વિચારનું પાલન કરીને આચાર્ય, ગલાન, બાલ અને વૃદ્ધોને અનાદિ આહાર લાવી આપે.
પ્રશ્ન –અહીં બતાવેલ આચાર્યાદિ ચારને જ આહાર લાવી આપવાને છે કે બીજા સાધુઓને પણ આહાર લાવી આપવાને છે ?
ઉત્તર:-મહેમાન ( નવા આવેલ સાધુ) આદિ બીજા સાધુઓને પણ આહાર લાવી આપવાનું છે. આચાર્યાદિના ઉપલક્ષણથી મહેમાન વગેરે પણ સમજી લેવા. આચાર્ય ગુણાધિક હોવાથી અને ગ્લાન વગેરે આહાર લાવવા અસ. મર્થ હોવાથી તે ચારને આહાર આદિ લાવી આપવાથી અધિક નિર્જરા થાય માટે માથામાં તે ચારને સાક્ષાત ઉલલેખ કર્યો છે. + (૪૦)
તથા નવા આવેલા સંવિન ભિન્નસાંગિકેને ( ભિન્ન સામાચારીવાળા સાધુઓને) દાનરુચિવાળાં ઘરે બતાવે.
આ૦ વિ૦ ૧૫૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org