________________
: ૩૬૦ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૩૬થી૩૮
(૧) “ગૃહસ્થો ન આવે અને સાધુઓને આવવાજવાનો માર્ગ ન હોય તેવા સ્થાને, (૨) ગુરુને પુંઠ વગેરે ન થાય તે દિશામાં, (૩) સૂર્યના પ્રકાશમાં, (૪) પહેલા પાત્રમાં, (૫) સુખપૂર્વક મુખમાં જાય તેવા કેળિયા કરીને, (૬) ગુરુની નજર પડે તે રીતે, (૭) જ્ઞાનાદિની વૃદ્ધિ માટે સાધુ આહાર કરે. સાધુઓએ ભોજન કરતાં આ સાત આલોકનું (પાળવાના મુદ્દાઓનું) પાલન કરવું જોઈએ.”
(૩૭-૩૮) છ શુદ્ધિ -પ્રત્યાખ્યાન સ્પર્શિત આદિ છે શુદ્ધિઓથી સહિત હોય તે શુદ્ધ બને છે. તે છ શુદ્ધિઓ આ પ્રમાણે છે – સ્પેશિત, પાલિત, શોભિત, તીતિ, કીર્તિત અને આરાધિત. (૧) પ્રત્યાખ્યાન લેવાના સમયે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન લેવું તે (પ્રત્યાખ્યાનને આત્મા સાથે સંપર્શાવવાથી) ૫ર્શિત શુદ્ધિ છે. (૨) પ્રત્યાખ્યાન લીધા પછી વારંવાર તેનું સ્મરણ કરીને પૂર્ણ કરવું તે (પ્રત્યાખ્યાનને બરાબર પાળવાથી) પાલિત શુદ્ધિ છે. (૩) ગુરુને આપીને વધેલા આહારનું ભોજન કરવું તે (પ્રત્યાખ્યાનને શોભાવવાથી) શોભિત શુદ્ધિ છે. (૪) પ્રત્યાખ્યાનનો સમય પૂર્ણ થયા પછી થોડો સમય વીત્યા બાદ ભોજન કરવું તે (પ્રત્યા
ખ્યાનને પૂરું કરવાથી) તીરિત શુદ્ધિ છે. (૫) કરેલું પ્રત્યાખ્યાન ભોજન સમયે યાદ કરવું તે (પ્રત્યાખ્યાનનું (મનમાં) કીર્તન-કથન કરવાથી] કીર્તિત શુદ્ધિ છે. (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org