________________
ગાથા–૨૨
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
: ૩૪૭ :
બનેલ) પરિણામ પ્રતીકારરૂપ ચિહ્નથી જણાય છે. પ્રતીકારરૂપ ચિહ્ન તેનામાં દેખાતું નથી.
આ અર્થ સાધુ અને સુભટ બનેમાં ઘટાવવાને છે. અપવાદ પદથી સાધુના પક્ષમાં નવકારશી વગેરેના આગારો અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ-નિગમ વગેરે અપવાદો સમજવા પદ નિરભિવંગ પરિણામનું વિશેષણ છે. તા એટલે તથા–તેવા પ્રકારનો. સાધુના પક્ષમાં તેવા પ્રકારના એટલે સમભાવરૂપ, અને સુભટના પક્ષમાં તેવા પ્રકારને એટલે જીવનનિરપેક્ષતારૂપ. સાધુના પક્ષમાં પ્રતીકાર એટલે પ્રાયશ્ચિત્ત સ્વીકાર, અને સુભટના પક્ષમાં પ્રતીકાર એટલે શરણની શોધ વગેરે.
ભાવાર્થ-સાધુનો સમભાવરૂપ જે નિરાશંસ પરિણામ અને સુભટને (મરવું યા વિજય મેળવવો એ રીતે) જીવનનિરપેક્ષતારૂપ જે નિરાસંશ પરિણામ તે, અપવાદે તેવા છતાં, અન્યથારૂપ=આશંસાવાળે બની જતું નથી. કારણ કે જે નિરાશંસ પરિણામ આશંસાવાળા બની જતો હોય તે તેની શુદ્ધિ માટે સાધુ પ્રાયશ્ચિત્તના સ્વીકારરૂપ પ્રતીકાર કરે અને સુભટ શરણની શેધ વગેરે રૂપ પ્રતીકાર કરે, પણ તે બંનેમાં તેમ દેખાતું નથી. અર્થાત પ્રત્યાખ્યાનમાં આગાર રાખવાના કારણે સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી.
કે “પ્રતીકારરૂપ ચિહન તેનામાં દેખાતો નથી” એ અર્થ મૂળમાં નથી. ટીકામાં (ભાવાર્થમાં જણાવ્યું છે. કારણ કે એટલે અર્થ ન હોય તો વાક્યની સંકલના ન થવાથી અર્થ ઘટના બરોબર ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org