________________
૫ પ્રત્યાખ્યાન—પચાશક
શાયા ૧૯
છતાં તેનું હૃદય રાગાદિ આંતરશત્રુઓથી પરાભૂત હાય છે, સુભટ લડાઈ દ્વારા પરના અપકારમાં તત્પર રહે છે. જ્યારે સામાયિકવાળા જીવની પ્રવૃત્તિ આ ત્રણેથી વિપરીત ઢાય છે. અર્થાત્ તેને જય એક ભવ પૂરતા નથી હાતા, તેનુ હૃદય રાગાદિ આંતર શત્રુઓથી પરાભૂત નથી હોતું, તે પરાપકાર કરવામાં તત્પર રહે છે. આથી સુલટભાવતુ દૃષ્ટાંત તુચ્છ છે.
• ૩૪૪ :
પ્રશ્ન-અહી. આવુ' તુચ્છ દૃષ્ટાંત કેમ લીધું ?
ઉત્તર-સુભટના અને સાધુના અધ્યવસાયની સમાનતા બતાવવા માટે જ લીધું છે. અર્થાત્ સુભટને યુદ્ધમાં જેવા ભાવ હાય છે તેવા ભાવ સાધુને સામાયિકમાં હોય છે એ બતાવવા પૂરતું જ એ દૃષ્ટાંત લીધું છે. (૧૯) અયેાગ્યને સામાયિક આપવાના નિષેધ:-~~
एतो चिय पडिसेहो, दढं अजोग्गाण वणिओ समए । एयरस पाइणो वि हु, बीयं ति विही य अइसइणा ||२०||
સામાયિક સુભદ્રભાવ તુલ્ય હોવાથી શાસ્ત્રોમાં અયેાગ્યને= સત્ત્વરહિતને સામાયિક આપવાની ના કહી છે.
પ્રશ્ન-સહિતને સામાયિક આપવાના નિષેધ છે તે। શ્રી મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે
*આથી જ લલિત વિસ્તરા, શ્રાવક ધર્મ પ્રકરણ વગેરે ગ્રંથામાં ધર્મોની ગ્યતા માટે જરૂરી ગુણામાં સામર્થ્યને પણ સમાવેશ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org