________________
: ૩૪૨ :
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
ગાથા-૧૮
બધા પદાર્થો ઉપર સમભાવ હોય છે. જ્યાં સમભાવ હોય ત્યાં આશંસા-અપેક્ષા ન હોય.
પ્રશ્ન -સવ સાવદ્યોગોને ત્યાગ સર્વકાળ સુધી થત નથી. કારણ કે તેમાં કાવવાઘ=જીવનપર્યત એમ કાળની મર્યાદા છે. આથી તેમાં વર્તમાન જીવન પૂર્ણ થયા પછી હું પાપ કરીશ એવી આશંસા-અપેક્ષા રહેલી છે. જે જીવન પૂર્ણ થયા પછી પણ પાપ કરવાની આશંસા ન હોય તે આવી મર્યાદા શા માટે રાખે? આથી સામાયિક આશંસાથી રહિત છે એમ કેમ કહેવાય ?
ઉત્તર-સામાયિકમાં જીવનપર્યત એવી જે મર્યાદા રાખવામાં આવે છે તે પછી પાપ કરવાની આશંસાથી નહિ, કિંતુ પ્રતિજ્ઞાભંગના ભયથી રાખવામાં આવે છે. કારણ કે જીવન પૂર્ણ થયા પછી (મોક્ષમાં ન જાય તે ) અવશ્ય પાપ થવાનું છે. આથી સામાયિકમાં કાળની મર્યાદા હેવા છતાં તે નિરભિવૃંગ=આશંસાથી રહિત છે. * પ્રશ્નઃ-સત્તરમી ગાથાને આ (૧૮મી) ગાથા સાથે શું સંબંધ છે?
ઉત્તરઃ-સત્તરમી ગાથામાં કહેલા વિષયનું જ આ ગાથામાં સમર્થન કર્યું છે. સત્તરમી ગાથામાં કહેલ “બધા પ્રત્યે સમભાવ થાય તે જ સામાયિક થાય” અને “તે જીવનપર્યત હોય ” એ બે વિષયોનું આ ગાથામાં અનુ. ક્રમે પૂર્વાર્ધથી અને ઉત્તરાર્ધથી સમર્થન કર્યું છે. (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org