SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૩૮ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૪ પ્રશ્ન-પ્રત્યાખ્યાનથી થતા અપ્રમાદથી શો લાભ થાય છે ? ઉત્તર–એનાથી બે લાભ થાય છે. એક આંતર લાભ અને બીજે બાઢા લાભ. (૧) અપ્રમાદ વિરતિનું મરણ કરાવે છે. આ આંતર લાભ છે. [ કાઈપણ નિયમના શુદ્ધ પાલન માટે તેનું મરણ આવશ્યક છે.x આથી જ શ્રાવકના સામાયિક-પૌષધ વ્રતમાં વિસ્મૃતિ (સામાયિકપૌષધનું વિસ્મરણ થવું એ.) અતિચાર છે. )( ૨ ) અપ્રમાદથી સંપૂર્ણ પણે શુદ્ધ પ્રવૃત્તિ ( નિપાપ પ્રવૃત્તિ ) થાય છે. આ બાહ્યફળ છે. યદ્યપિ સામાયિકમાં રહેલા સાધુએ અશુદ્ધ પ્રવૃત્તિને ( પાપ વ્યાપારને ) ત્યાગ કરી દીધું છે. છતાં પ્રમાદ, રોગ, સત્ત્વની ખામી આદિ કારણોથી દેષિત આહારનું સેવન આદિ અશુદ્ધ પ્રવૃત્તિ ( પાપગ્યાપાર ) થઈ જવાનો સંભવ છે. પ્રત્યાખ્યાનથી પ્રમાદ ભાગી જાય છે. પ્રત્યાખ્યાનના પ્રભાવથી રેગે નાશ પામે છે. પ્રત્યાખ્યાનનું સેવન કરતાં કરતાં સાવ વધે છે. પ્રમાદ આદિ કારણે ન રહે એટલે અશુદ્ધ પ્રવૃત્તિ પણ ન થાય. જેમ જેમ પ્રત્યાખ્યાન વધે તેમ તેમ શુદ્ધ પ્રવૃત્તિ વધે છે. પરિણામે સાધુ સંપૂર્ણ શુદ્ધ પ્રવૃત્તિવાળ બની જાય છે. ] ૧૪. * જ્ઞા. સા. અ. ૯ ગા. ૫, શ્રા.ધ. વિં. ગા. ૮, પંચા. ૧ ગા. ૩૬, ધ. બિ. અ. ૩. સૂ. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy