________________
: ૩૨૮ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી ૧૧ છે એમ સ્મૃતિ થાય છે. નિયમના પાલન માટે નિયમની સ્મૃતિ આવશ્યક છે. રાત્રિભેજનના ત્યાગનું મરણ થતું હેવાથી સાધુઓને અને ગૃહસ્થને સાંજનું દિવસચરિમ પ્રત્યાખ્યાન લેવાથી લાભ જ છે (જેમને રાત્રિભૂજનનો નિયમ નથી, કે ઘણા આગાર સહિત નિયમ છે તેમને તે આનાથી લાભ છે જ એટલે તેમના માટે કઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.)
પ્રશ્નઃ- તિવિહાર એકાસણાનું પ્રત્યાખ્યાન કર્યું હોય તેને એકાસણું કર્યા પછી આખો દિવસ બિલકુલ પાણી વાપરવું નથી એવી ભાવના થાય તો તે ઊઠતી વખતે દિવસચરિમ વિહારનું પ્રત્યાખ્યાન લે કે પાણહારનું ?
ઉત્તર-દિવસ ચરિમ ચોવિહારનું પ્રત્યાખ્યાન લેવું ઠીક લાગે છે. જો કે પાણહારનું પ્રત્યાખ્યાન લે તે પણ ચારે આહારનો ત્યાગ થઈ જાય છે. પણ પાણહારનું પ્રત્યાખ્યાન લેવાથી પાણીમાં ચાર આગાર સિવાય કોઈ આગાર ન રહ્યા, પણ બાકી ત્રણ આહારમાં એકાસણામાં આવતા બધા આગારો રહે છે. જ્યારે ચોવિહાર લે તો ચારે આહારમાં ચાર આગારે રહે છે. એટલે આગાર ઓછા રહે એ દષ્ટિએ ચેવિહારનું પ્રત્યાખ્યાન લેવું ઠીક છે. એ જ રીતે બિયાસણના પ્રત્યાખ્યાન વાળાઓને બીજું બિયાસણું કર્યા પછી પાણી બિલકુલ ન પીવું હોય તો ઊઠતાં ચેવિહારનું પ્રત્યાખ્યાન લેવું ઠીક છે. અર્થાત એકા
આથી જ સાધુઓને દીક્ષા લેતી વખતે અને ગૃહસ્થને સામાયિક લેતી વખતે “કરેમિભંતે” સૂત્રથી સાવદ્ય ગોનો ત્યાગ થઈ જવા છતાં સાધુઓ અને ગૃહસ્થ પ્રતિક્રમણમાં અનેકવાર કરેમિ ભંતે' સૂત્ર લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org