________________
: ૩૦૪ :
૫ પ્રત્યાખ્યાન-પંચાશક
ગાથા-૫
ગાથાના વિશેષ ભાવને સમજવા આપણે આ ગાથાના દરેક પદનો અર્થ વિચારીએ.
(૧) vgવધુ જાણ=પ્રત્યાખ્યાનના સ્વરૂપને જાણકાર. આનાથી જ્ઞાનશુદ્ધિનું સૂચન કર્યું છે. જેણે પ્રત્યાખ્યાન કરવું હોય તેને પોતે જે પ્રત્યાખ્યાન કરે છે તેનું જ્ઞાન હોવું જોઈએ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, તેના પાઠોને ભાવાર્થ, તેના આગારો, તેનું ફળ, તેમાં કઈ વસ્તુ કપે કઈ વસ્તુ ન કપે વગેરેની સમજણ તે જ્ઞાનશુદ્ધિ છે.
દર્શનશુદ્ધિ વિના જ્ઞાનશુદ્ધિ ન હોય. આથી અહીં જ્ઞાનશુદ્ધિના સૂચનથી દર્શનશુદ્ધિનું પણ સૂચન કર્યું છે. સર્વજ્ઞ ભગવંતે એ પ્રત્યાખ્યાન સંબંધી જે કંઈ કહ્યું છે તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા એ દર્શનશુદ્ધિ છે. તથા આના ઉપલક્ષણથી પ્રત્યાખ્યાન લેનાર જીવમાં કેવી યોગ્યતા હોવી જોઈએ તેનું પણ સૂચન કર્યું છે. આવશ્યકનિયુક્તિ (ગા. ૧૬૦૯) માં કહ્યું છે કે-“વંદનાદિ વિધિને જાણકાર, ઉપ
ગયુક્ત, માયા રહિત, સંવિગ્ન અને સ્થિર પ્રતિજ્ઞાવાળા જીવ પ્રત્યાખ્યાન લેવાને એગ્ય છે.”
(૨) સાંદીચં=જાતે ગ્રહણ કરેલું. પ્રતિક્રમણ આદિમાં સ્થાપનાજી સમક્ષ, મંદિરમાં જિનસમક્ષ કે માત્ર સ્વસાક્ષીએ લીધેલું પ્રત્યાખ્યાન પછી ગુરુ પાસે લેવું જોઈએ.
(૩) ગાજણા=પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર ગુરુ પાસે. જાતે લીધેલું પ્રત્યાખ્યાન ગુરુ પાસે લેવું જોઈએ. પણ ગમે તે ગુરુ પાસે નહિ, કિંતુ પ્રત્યાખ્યાનના જાણકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org