SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૦૧ ગ્રહણ, આગાર, સામાયિક, ભેદ, ભેગ, સ્વયંપાલન અને અનુબંધ આ સાત વિષયની વિધિથી યુક્ત કાલ પ્રત્યાખાનનું વર્ણન કરીશું.. અર્થાત્ ગ્રહણ આદિ સાત દ્વારથી કાલપ્રત્યાખ્યાનનું વર્ણન કરવામાં આવશે. (૧) ગ્રહદ્વારમાં પથી૭ એ ત્રણ ગાથાઓથી પ્રત્યાખ્યાન લેવાની વિધિ કહેવામાં આવશે. (૨) આગા૨ દ્વારમાં ૮થી૧૨ એ પાંચ ગાથાઓથી પ્રત્યાખ્યાનમાં રાખવામાં આવતા આગારોનું (છૂટોનું) વર્ણન કરવામાં આવશે (૩) સામાયિકારમાં ૧૩થી ૨૪ એ બાર ગાથાઓથી સાધુઓને યાવ જીવ સુધી વિવિધ-ત્રિવિધ સર્વ પાપનો ત્યાગ થઈ ગયો હેવાથી એકાસણુ આદિ પ્રત્યાખ્યાનની શી જરૂર છે એ પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે. (૪) ભેદદ્વારમાં ૨૫થી ૩૫ એ ૧૧ ગાથાઓથી આહારના ભેદ વગેરે કહેવામાં આવશે. (૫) ગદ્વારમાં ૩૬ થી ૩૮ એ ત્રણ ગાથાઓથી ભજન વિધિ કહેવામાં આવશે. (૬) સ્વયંપાલન દ્વારમાં ૩૯ થી ૪૩ એ પાંચ ગાથાઓથી પ્રત્યાખ્યાનનું પાલન જાતે જ કરવાનું છે એ સંબંધી વર્ણન કરવામાં આવશે. (૭) અનુબંધદ્વારમાં ૪૪થી૪૬ એ ત્રણ ગાથાઓથી ભજન કરીને સ્વાધ્યાયાદિ સંયમોમાં રત રહેનારને પ્રત્યાખ્યાનને અનુબંધભાવ (પ્રત્યાખ્યાનના પરિણામને અવિચ્છેદ) થાય છેતે કહેવામાં આવશે (૪) A ત્રીજી ગાથાના “મfમ મ ય એ પદને આ ગાથામાં સંબંધ છે. તથા વિધિનમાયુ પદ « પદનું વિશેષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy