________________
પ પ્રત્યાખ્યાન પંચાશક શ્રાવકે જિનપૂજા કર્યા પછી પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આથી જિનપૂજા પંચાશક પછી પ્રત્યાખ્યાન વિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે –
नमिऊण बद्धमाणं, समासओ सुनजुत्तिओ वोच्छं । पञ्चकवाणस्स विहि, मंदमइवियोहणढाए ॥ १॥
ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને મંદમતિ જીના બેધ માટે પ્રત્યાખ્યાનની વિધિને આગમ અને યુક્તિના આધારે સંક્ષેપથી કહીશ. (૧) પ્રત્યાખ્યાનના અર્થો અને ભેદે –
पच्चक्खाणं नियमो, चरित्तधम्मो य होंति एगट्ठा । मूलुत्तरगुणविसयं चित्त मिणं वणियं समए ॥२॥
પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધર્મ એ ત્રણે એકાક છે. આત્મહિતની દષ્ટિએ પ્રતિકૂળ પ્રવૃત્તિના ત્યાગની મર્યાદાથી પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન.*
ભાવાર્થ-પ્રવૃત્તિથી પ્રતિકૂળપણે મર્યાદાથી કહેવું તે પ્રત્યાખ્યાન. પ્રવૃત્તિને ત્યાગ=નિવૃત્તિ એ પ્રવૃત્તિથી પ્રતિકૂળ છે–પ્રવૃત્તિથી વિરુદ્ધ છે. કેઈ અમુક પ્રવૃત્તિનો ત્યાગ કરે, અમુક શરતે ત્યાગ કરો, અમુક રીતે ત્યાગ કર વગેરે મર્યાદા છે. કહેવું એટલે પ્રતિજ્ઞા કરવી. આનું તાત્પર્ય એ આવ્યું કે
* प्रति-प्रवृत्तिप्रतिकूलतया आ=मर्यादया खयानं-प्रकथनं प्रत्याख्यानम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org