________________
: ૨૮૮ :
૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૮-૩૯
આથી તીર્થંકરની કદ્ધિની ઈચ્છાથી તીર્થંકરપણાની આશંસા નિદાનરૂપ છે. આથી દશાશ્રુતસ્કંધ વગેરેમાં તેને જે નિષેધ કર્યો છે તે એગ્ય જ છે. (૩૭) પરોપકારની ભાવનાથી તીર્થકરપણાની આશંસા નિદાન નથી –
जं पुण गिरभिस्संग, धम्मा एसो अणेगसत्तहिओ। णिरुवमसुहसंजणओ, अपुत्वचिंतामणीकप्पो ॥३८॥ ता एयाणुट्टाणं, हियमणुवयं पहाणभावस्स । तम्मि पवित्तिसरूवं, अत्थापत्तीइ तमदुटुं ॥३९।। પ્રશ્ન:- તે પછી કેવળ પરોપકારની ભાવનાથી તીર્થકર બનવાની આશંસા નિદાન ન ગણાય ને ?
ઉત્તરઃ- ના. ભૌતિક ઋદ્ધિની લેશ પણ ઈચ્છા વિના (-કેવળ પરોપકારબુદ્ધિથી) તીર્થકર બનવાની આશંસા *દુષ્ટ (-નિદાન) નથી. કારણ કે કેવળ પરોપકારની ભાવનાથી તીર્થંકરપણાની આશા રાખનાર જીવ જેનાથી તીર્થંકર નામ કર્મ બંધાય તેવા પ્રવચન વાત્સલ્ય વગેરે શુભ અનુષ્ઠાને સેવીને અનેક જીવોનું હિત કરનાર, નિરુપમ સુખજનક, +અપૂર્વ ચિંતામણિ સમાન તીર્થકર બને છે. (૩૮)
(તા=) તીર્થંકર ઉપર્યુક્ત “અનેક જનું હિત કરવું” વગેરે ગુણોથી યુક્ત હોવાથી (ાથાકુટ્ટાબ=) તીર્થંકરનાં ધર્મ
૪ ગાથામાં અદુષ્ટ શબ્દ નથી, અધ્યાહારથી સમજવું એવા ભાવનું ટીકામાં જણાવ્યું છે.
+ चिन्तातिकान्तसुखविधायित्वाद् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org