________________
= ૨૭૬ ૪
૪ પૂજાવિધિ-પંચાશક ગાથા-૩૩-૩૪
=
રાખવાનું છે કે ઈષ્ટ વસ્તુની માગણ વિરોધી એટલે કે ધર્મદષ્ટિએ વિરાધવાળી ન હોવી જોઈએ. જેમકે- તદ્દન ગરીબ સાધક જીવન જરૂરિયાત પૂરતા ધનની માગણી કરે છે તે વિરોધી ન ગણાય, પણ લાખ રૂપિયાની માગણી કરે તે તે વિરોધી ગણાય. અન્યાય, હિંસક વ્યાપાર આદિથી ધન મેળવવાની ઈચ્છા પણ વિરોધી ગણાય. લગ્ન કર્યા વિના રહી શકાય તેમ ન હોય તે પત્ની અનુકૂળ આવભાવવાળી ધાર્મિક વૃત્તિવાળી મળે તે સારું આવી ઈચ્છા વિરોધી ન ગણાય, પણ રૂપાળી મળે તો સારું આવી ઈચ્છા વિરોધી ગણાય. આને સીધે અર્થ એ થાય છે કે ભગવાન પાસે સીધી રીતે કે પરંપરાએ ધર્મમાં સહાયક બનનારી વસ્તુ મંગાય પણ રાગાદિ દે વધે તેવી એક પણ વસ્તુ ન મંગાય. " (૪) કવિરુદ્ધત્યાગ – લોકવિરુદ્ધ કાર્યોને ત્યાગ લોક વિરુદ્ધ કાર્યોનું વર્ણન બીજા પંચાશકમાં ૮-૯-૧૦ એ ત્રણ ગાથાઓમાં આવી ગયું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. - (૫) ગુરુજનપૂજા – ગુરુજનેની ઉચિત સેવા-ભક્તિ કરવી. અહીં ગુરુ શબ્દને “જે ગૌરવને-બહુમાનને ચોગ્ય હોય તે શુરુ” એવો અર્થ હોવાથી ગુરુજન શબ્દથી ત્યાગી સાધુ જ નહિ, કિંતુ માતા વગેરે પણ સમજવાં. ગબિંદુ ગ્રંથ (ગા) ૧૧૦ ) માં કહ્યું છે કે- માતા, પિતા, વિદ્યાગુરુ, માતાદિ ત્રણના ભાઈ-બહેન વગેરે સંબંધીઓ, જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ અને ધર્મોપદેશક એ બધા શિષ્ટ પુરુષોને ગુરુ તરીકે માન્ય છે. ધર્મ પામવા માટે આ ગુણ અનિવાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org