________________
: ૨૭૦ :
૪ પૂજાવિધિ-પંચાશક
ગાથા-૩૦
અને સ્થિરતા થાય છે. પ્રવૃત્તિ:-- ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી. વિદાયઃ- ધર્મકાર્યમાં આવતા વિદનેનો પરાભવ. સિદ્ધિઃ- શરૂ કરેલ ધર્મકાર્ય પાર પાડવું. સ્થિરતા - પિતાની અને પરની ધર્મ પ્રવૃત્તિને સ્થિર બનાવવી. પ્રણિધાન પ્રવૃત્તિ આદિ ચારનું મૂળ છે. પ્રણિધાન (=શુભ મનેરથ) થાય એટલે શક્તિ પ્રમાણે ધર્મમાં પ્રવૃત્તિ થાય. પ્રણિધાનથી થયેલ શુભ ભાવ ધર્મમાં આવતા વિદનન+ વિનાશ કે] પરાજય કરી નાખે છે. આથી વિદન જય થાય છે. વિદનને જય થાય એટલે શરૂ કરેલ ધર્મકાર્ય સારી રીતે પાર પડે છે. પછી તે ધર્મકાર્ય સ્થિર બને છે. સ્વધર્મમાં સ્થિર આત્મા બીજાઓને પણ ધર્મમાં સ્થિર કરે છે. આમ પ્રવૃત્તિ આદિનું મૂળ પ્રણિધાન છે. પ્રણિધાન વિના પ્રવૃત્તિ આદિ થઈ શકે નહિ. માટે ધર્મમાં પ્રવૃત્તિ આદિની ઈચ્છાવાળાએ પ્રણિધાન (=જિનેશ્વર સમક્ષ એકાગ્રતા પૂર્વક શુભ પ્રાર્થના કે મનોરથ) અવશ્ય કરવું જોઈએ. (૨૯) પ્રણિધાન નિદાનરૂપ નથી:
एत्तो चिय ण णियाणं, पणिहाणं बोहिपत्थणासरिसं । સુમારદે માવા, યે પવિત્તી ૩ ૩૦ ||
+વિનાશ અને પરાજયમાં થોડો ભેદ છે. વિન આવવાનું હોય, પણ શુભ ભાવથી વિન લાવનાર કર્મોને નાશ થવાથી વિદન આવે જ નહિ. આ વિદનને વિનાશ છે. નિકાચિત કર્મના ઉદયથી વિન આવે, પણ શુભભાવથી આતમા તેનાથી ડરે નહિ અને પોતાની ધર્મ પ્રવૃત્તિ ચાલુ રાખે. આ વિશ્વનો પરાજ્ય છે. પ્રણિધાનથી થયેલ શુભભાવથી વિન વિનાશ અને વિદનપરાજય એમ બંને રીતે વિજય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org