SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પૂજાવિધિ પંચાશક અરિહંતના ચિત્યવંદનન વિધિ કહ્યો. વંદન પૂજાપૂર્વક કરવું જોઈએ. આથી હવે પૂજાવિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરેને નિર્દેશ કરે છે – नमिऊण महावीर, जिणपूजाए विहिं पवक्खामि । संखेवओ महत्थं, गुरूवएसाणुसारेण ॥ १ ॥ શ્રી મહાવીર ભગવાનને પ્રણામ કરીને જિનપૂજનની મહાન ફલવાળી વિધિને સંક્ષેપથી ગુરુના ઉપદેશ પ્રમાણે કહીશ. (૧) પૂજામાં વિધિની મહત્તા:विहिणा उ कीरमाणा, सव्वा चिय फलवती भवति चेट्टा। इहलोइया वि किं पुण, जिणपूया उभयलोगहिया ॥२॥ માત્ર આલેકમાં જ ફલ આપનારી પણ ખેતી વગેરે સઘળી જ ક્રિયા જે વિધિપૂર્વક કરવામાં આવે તે સફલ બને છે. તો ઊભાયલકમાં હિતકારી જિનપૂજા તો અવશ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફલ બને. (૨) પૂજામાં સામાન્યથી વિધિનિર્દેશ:– काले सुइभूएणं, विसिट्टपुप्फाइएहि विहिणा उ । सारथुइथोत्तगरुई, जिणपूआ होइ कायवा ॥३॥ પવિત્ર બનીને હવે કહેવાશે તે સમયે વિશિષ્ટ પુષ્પ આદિથી હવે કહેવાશે તે વિધિપૂર્વક ઉત્તમસ્તુતિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy