________________
૨૪૪ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક
ગાથા-૫૦
કે જીવાભિગમ વગેરેમાં કહ્યું છે તે વિજયદેવ વગેરેના આચરણને માત્ર અનુવાદ છે, અર્થાત્ એમણે જે કર્યું તે બતાવ્યું છે, પણ ચિત્યવંદનને વિધિ બતાવ્યો નથી. તેથી પ્રસ્તુત વંદનવિધિનો નિષેધ કરી શકાય નહિ. વિજયદેવ વગેરે અવિરતિ અને પ્રમાદી હોવાથી માત્ર નમુત્થણુંથી ચૈત્યવંદન કરે છે તે તેમના માટે યુક્ત ગણાય. પણ સવભૂમિકાને અનુરૂપ અપ્રમાદવાળા અને વિશેષભક્તિવાળા બીજા છે અધિક સૂત્રો બોલીને ચિત્યવંદન કરે તો તેમાં દેષ નથી.
(૨) જે બીજાઓના આચરણના આધારે પ્રવૃત્તિ કરવાની હોય તે બીજું ઘણું જે કરવામાં આવતું નથી તે કરવું જોઈએ અને જે કરવામાં આવે છે તે નહિ કરવું જોઈએ. જેમ કે વિજયદેવ વગેરેએ બારશાખ, પૂતળી, ઘરનો ઉમરે, તંભ, મંડપના મધ્યભાગમાં રહેલ શસ્ત્ર, વૃક્ષ, પીઠ, સિંહાસન, પુષ્કરિણી વાવડી વગેરેની પૂજા કરી, ભરત મહારાજે પરિત્રાજવેષધારી મરીચિને વંદન કર્યું, ભાઈના વધ માટે ચક્ર ફેંકયું, બહેનને ભોગ માટે દીક્ષા લેતી રેકી, દ્રૌપદીએ પાંચ પતિ કર્યા, પ્રદેશી રાજાએ દાનશાળાઓ કરાવી. એ પ્રમાણે બીજાએ પણ આ બધું કરાવવું જોઈએ.
પ્રશ્ન:- વિજયદેવ આદિએ જે ધાર્મિક કાર્ય કર્યું હોય તેનું આલંબન લેવું જોઈએ, બીજા કાર્યનું નહિ.
ઉત્તર – તે વિજયદેવ આદિએ પિતાની પુષ્કરિણી વાવડીના જલથી સિદ્ધપ્રતિમાનું પ્રક્ષાલન કર્યું હતું, આથી ઇકોએ જિનેશ્વરોને જન્માભિષેક પુષ્કરિણી વાવડીના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org