________________
: ૨૩૪ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૪૧-૪૨
ત્રીજ ચોથા પ્રકારની વંદના કેવા જીવોને હેય:
होइ य पाएणेसा, किलिट्ठसत्ताण मंदबुद्धीण । पाएण दुग्गइफला, विसेसओ दुस्समाए उ ॥४१॥
ત્રીજા-ચોથા પ્રકારની વંદના પ્રાયઃ અતિશય સંકુલેશવાળા અને જડબુદ્ધિવાળા જીવોને હોય છે. ક્યારેક ઉપ
ગ રહિત અવસ્થામાં સંલેશ રહિત જીવોને પણ આ (ત્રીજા-ચોથા પ્રકારની) વંદના હોય છે. માટે અહીં પ્રાયઃ કહ્યું છે. તથા પ્રાય.+ હલકા દેવામાં ઉત્પત્તિ આદિ કુગતિ આપનારી છે. પાંચમા આરામાં તે વિશેષરૂપે ગતિ આપનારી બને છે. (૪૧) ત્રીજા-ચોથા પ્રકારની વંદના વિષે અન્ય આચાર્યોને મત:
अण्णे उ लोगिगचिय, एसा णामेण वंदणा जइणी । जं तीइ फलं तं चिय, इमीइ ण उ अहिगयं किंचि ॥४२॥
કેટલાક આચાર્યો કહે છે કે ત્રીજા–ાથા પ્રકારની વંદના લૌકિક જ છે, જૈનેતર સ્વમાન્ય દેવને જે વંદના કરે છે તે વંદના છે, માત્ર નામથી જૈનવંદના તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે લૌકિક વંદનાનું જે ફળ છે તે જ ફળ આ વંદનાનું છે, લૌકિક વંદનાથી હલકી દેવગતિમાં ઉત્પત્તિ આદિ ફળ મળે છે, તે જ ફલ આ વંદનાથી મળે છે. જેમ લૌકિક વંદનાથી મોક્ષાદિ ફળ મળતું નથી, તેમ આ વંદનાથી પણ મોક્ષાદિ
* મરવુદ્ધનાં fમાયોપદતાત્ર , __ + प्रायोग्रहणं च केषांचित् मुद्राप्रायाऽपि सती सा संपूर्ण वन्दनाहेतुरवेन सुगतिफलाऽपि भवतीति ज्ञापनार्थम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org