________________
: ૨૧૮ :
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૭
મેક્ષના અથીને મોક્ષનાં જે જે કારણે હોય તે બધાને જાણવાની ઈચ્છા થાય છે. આથી તે તેના જાણકારોની પાસે જઈને મોક્ષના કારણે સમજીને સ્વીકાર કરે છે. મોક્ષનાં અનેક કારણોમાં ચિત્યવંદન પણ એક કારણ છે. આથી જે જીવમાં ચિત્યવંદનની જિજ્ઞાસા થાય તે જીવ શુદ્ધ ચૈત્યવંદનને પામે છે. એટલે જેમ પુષ્કળ વર્ષાદથી અંકુરાની ઉત્પત્તિ અવશ્ય થતી હોવાથી પુષ્કળ વર્ષાદ અંકુરાનું લક્ષણ છે, તેમ ચિત્યવંદનની જિજ્ઞાસાથી ભાવચેત્યવંદનની પ્રાપ્તિ થતી હાવાથી જિજ્ઞાસા શુદ્ધત્યવંદનનું લક્ષણ છે. (૨૬) જિજ્ઞાસા મેક્ષનાં કારણોની પ્રાપ્તિમાં નિમિત્ત છે એની સિદ્ધિ–
धिइसद्धासुहविविदिसभेया जं पायसो उजोणित्ति । सण्णाणादुदयम्मी, पइट्ठिया जोगसत्थेसु ॥२७॥ જિજ્ઞાસા મોક્ષનાં કારણોની પ્રાપ્તિમાં નિમિત્ત છે. કારણ કે પતંજલિ આદિના અધ્યાત્મગ્રંથોમાં પ્રાયઃ ધૃતિ, શ્રદ્ધા, સખા અને વિવિદિષા મેક્ષના કારણરૂપ સમ્યજ્ઞાનાદિની ઉત્પત્તિમાં કારણ તરીકે પ્રસિદ્ધ છે.
* પ્રાયઃશબ્દથી વિજ્ઞપ્તિ આદિ અન્ય ભેદે પણ સમ્યજ્ઞાન આદિની ઉત્પત્તિનાં કારણ છે એમ સૂચન કર્યું છે. કહ્યું છે કે धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्वधर्मयोनयः
ધૃતિ, શ્રદ્ધા, સુખ, વિવિદિષા અને વિજ્ઞપ્તિ તાવિક ધર્મનાં કારણ છે.” વૃતિ એટલે ઉગાદિ દેના ત્યાગથી થતી ચિત્તની સ્વસ્થતા, શ્રદ્ધા એટલે તત્વચિ. સુખ એટલે Jain Éducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org