________________
: ૧૭૨ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક
ગાથા-૩૯
મિકપ્રીતિની = સાધર્મિક વાત્સલ્યની વૃદ્ધિ અવશ્ય થાય છે. આથી સાધ મક વાત્સલ્યની વૃદ્ધિ સમ્યગ્દીક્ષાનું લિંગ છે.
અથવા આ લોકને અર્થ આ પ્રમાણે છે – દીક્ષિતને ધમ ઉત્તમ છે એવી બુદ્ધિના કારણે ધર્મ પ્રત્યે પ્રીતિ અને ભક્તિ હોવાથી સાધર્મિક અનુરાગની વૃદ્ધિ અવશ્ય થાય છે.
પ્રીતિ અને ભક્તિ એ બેમાં વિશેષતા આ પ્રમાણે– यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ ३ ॥ गौरत्रविशेषयोगाद् , बुद्धिमतो यद् विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥ ४ ॥ अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीतिभक्तिगतम् । ५॥
(ડ. ૧૦) જે અનુષ્ઠાનમાં અનુષ્ઠાન કરનારનું હિત થાય તેવી પ્રીતિ છે, અને (તેવી પ્રીતિના કારણે) અતિશય પ્રયત્ન છે, તથા ( અતિશય પ્રયત્નના કારણે ) બીજા કાર્યોનો ત્યાગ કરીને તેના કાળે જે અનુષ્ઠાન કરે છે તે પ્રીતિઅનુષ્ઠાન છે.” (૩) “બુદ્ધિમાન પુરુષ જે અનુષ્ઠાન અધિક પૂજનીય સમજીને વિશેષ વિશુદ્ધિવાળું કરે તે અનુષ્ઠાન બાહ્ય ક્રિયારૂપે પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય હોવા છતાં ભક્તિ અનુષ્ઠાન જાણવું.” (૪) “પની અતિશય પ્રિય હોય છે, અને મારું હિત કરનારી છે એવી બુદ્ધિથી માતા ઉપર પણ પ્રેમ છે, એ બંને સંબંધી ભોજન આદિ ક્રિયા સમાન કરવા છતાં ભેદ છે, પત્નીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org