________________
ગાથા-ર-૨૮ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૫૯ :
આગ્રહ, (૩) ચાર લુંટારા વગેરેને બળાત્કાર, (૪) દુષ્ટ દેવ આદિને ઉપસાગર, (૫) માતા-પિતા આદિ ગુરુજનને આગ્રહ, (૬) આજીવિકાની મુશ્કેલી– આ છ કારણેથી અન્ય દશનીઓ આદિને વંદન આદિ કરવું પડે તો છૂટ છે. આ નિયમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સ્વીકારું છું. તે આ પ્રમાણે- દ્રવ્યથી દશનદ્રજોનો સ્વીકાર કરીને, અર્થાત જિનમંદિર આદિ સમ્યગ્દર્શનનાં સાધનોની આરાધના કરવાને સ્વીકાર કરીને, ક્ષેત્રથી સંપૂર્ણ લેકમાં, કાલથી જીવનપર્યત, ભાવથી ગ્રહ વગેરેના ઉપદ્રવથી પરાધીન બનું નહિ, કોઈને દગાથી ઠગાઉં નહિ, સંનિપાત રોગથી ઘેરાઉં નહિ, યાવત્ કોઈપણ જાતના પરિણામથી મારે આ પરિણામ (સમ્યક્ત્વનાં પરિણામ) પડી ન જાય ત્યાં સુધી આ દર્શનપ્રતિમાને સવીકાર કરું છું.
ત્યારબાદ ગુરુ શિષ્યના મસ્તકે વાસક્ષેપ નાખવા પૂર્વક મિથારપાર હોf ગુદગુદું ઘf= “તું સંસારના પારને પામ, ઉત્તમ ગુણેથી મહાન બન.” એ પ્રમાણે આશીર્વાદ આપે.
આ જ હકીકત આચાર્ય મહારાજે બીજા સ્થળે આ નીચે પ્રમાણે કહી છે. इय मिच्छाओ विरमिय, सम्म उवगम्म भणति गुरुपुरओ। अरहंतो निस्संगो, मह देवो दक्खिणा साहू ॥ १ ॥
“આ પ્રમાણે મિથ્યાત્વને ત્યાગ અને સમ્યક્ત્વને સ્વીકાર કરી ગુરુને કહે કે– અરિહંત મારા દેવ છે, સુસાધુએ મારા ગુરુ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org